GSTV
Home » News » બિહાર-આસામમાં ભારે વરસાદ અને પૂરનો કેર: વધુ ૨૩નાં મોત

બિહાર-આસામમાં ભારે વરસાદ અને પૂરનો કેર: વધુ ૨૩નાં મોત

બિહારમાં શુક્રવારે અલગ અલગ વિસ્તારોમાં વધુ ૧૨નાં મોત સાથે પૂરના કારણે કુલ મૃતકઆંક ૯૨ થઈ ગયો છે. બીજીબાજુ પૂર પીડિતોને રાહત પૂરી પાડવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ત્વરિત પગલાં લેવાતાં અસરગ્રસ્ત લોકોને સીધા જ રોકડ ટ્રાન્સફર મારફત રૂ. ૧૮૦ કરોડથી વધુ રકમનું વિતરણ કરાયું છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ મુજબ રાજ્યમાં સિતામઢીમાં ૨૭ સહિત ગઈકાલે પૂરની ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો કુલ આંક ૭૮ હતો, જે શુક્રવારે વધીને ૯૨ થયો છે. ગયા સપ્તાહે નેપાળના કેચમેન્ટ વિસ્તારમાં મૂશળધાર વરસાદને પગલે બિહારના સિતામઢી વિસ્તારમાં પૂરના કારણે સૌથી વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

ઉપરાંત અરરિયા, મધુબની, પુર્ણિયા, શેહોર અને દરભંગા જેવા જિલ્લાઓમાં નોંધપાત્ર સંખ્યામાં લોકોના મોત નીપજ્યાં છે અને લોકોને અસર થઈ છે. રાજ્યના ૧૨ જિલ્લાઓમાં વરસાદને કારણે ૬૬.૭૬ લાખ લોકોને અસર થઈ છે.

 દરમિયાન બિહારમાં શુક્રવારે બપોરે વીજળી પડતાં આઠ બાળકોના મોત નીપજ્યાં હતાં અને આઠ ઘાયલ થયા હતા. ધાનપુર મુસાહરી ગામના રહેવાસી બાળકોએ વરસાદના કારણે એક ઝાડ નીચે આશ્રય લીધો હતો ત્યારે તેમના પર વીજળી ત્રાટકી હતી.   

કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વધુ તીવ્ર થતાં શુક્રવારે સતત બીજા દિવસે પણ કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. હવામાન વિભાગ મુજબ કોઝિકોડે અને ઈડુકી જિલ્લામાં કેટલાક સ્થળે રેડ એલર્ટ જાહેર કરાઈ છે.

 અહીં છેલ્લા ૨૪ ક્લાકમાં ૧૪ સેમી વરસાદ નોંધાયો હતો.ઈડુકી જિલ્લામાં ઈટ્ટુમનૂર-પીરૂમેડુ રસ્તા પર ભેખડો ધસી પડતાં ટ્રાફિક ખોરવાયો હતો. મૂશળધાર વરસાદના કારણે પથનામથિટ્ટા જિલ્લાના સબરીમાલામાં ભગવાન અય્યપ્પાના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

ઈડુકી અને કોઝીકોડે ઉપરાંત વાયનાડમાં પણ હવામાન વિભાગે ૧૯થી ૨૨ જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરતાં ૨૦ સેમી વરસાદ ખાબકવાની ચેતવણી આપે છે. મલાપ્પુરમ અને કન્નૂર જિલ્લાઓમાં પણ વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તીવ્ર બનવા સાથે હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી છે.

READ ALSO

Related posts

Jioએ TRAIને જણાવી PM મોદીની ડિઝિટલ ક્રાંતિની વિરૂદ્ધ

Kaushik Bavishi

સોશ્યલ મિડીયા પર લગાવ્યો ટેક્સ તો ગુસ્સામાં આ દેશનાં લોકો એ કર્યું એવું કે…

pratik shah

હાઉસફુલ 4 ખતરનાક લુકમાં નજરે આવ્યા સ્ટાર રાણા દગ્ગુબાતી, અક્ષયે શેર કર્યું મોશન પોસ્ટર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!