GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

બેન્કમાં 2.25 કરોડ પડ્યા હોવા છતાં ભિખારી બની જતાં વદ્ધાને આવી ગયું હાર્ટએટેક, બેન્કોના આડેધડ રોકાણોમાં ગ્રાહકો ડૂબ્યા

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં થયેલા કૌભાંડે વધુ એક વ્યકિતના પ્રાણ લઇ લીધા છે. સોલાપુરના રહેવાસી 73 વર્ષીય ભારતી સદરંગાનીનું હૃદય રોગના હુમલાને કારણે મોત થયું છે.પરિવારજનોનો આરોપ છે કે ભારતીની પુત્રીના લગભગ 2.25 કરોડ રૂપિયા પીએમસી બેંકમાં જમા હતાં. અહેવાલ અનુસાર 73 વર્ષીય ભારતી સાદારંગનીનું મોત હૃદય રોગના હુમલાને કારણે થયું છે. પરિવારે જણાવ્યું છે કે પીએમસી બેંક કૌભાંડ સપાટી પર આવ્યા પછી ભારતી ખૂબ જ તણાવમાં રહેતી હતી.

સતત તાણમાં રહેવાના કારણે થયું મોત

મુંબઇના મુલુંડમાં રહેતી દીકરીના પીએમસી બેંકમાં 2.25 કરોડ રૂપિયા સલવાતા ચિંતાગ્રસ્ત બનેલા અને સતત તાણમાં રહેતા 73 વર્ષીય ભારતી સદારંગાનીનું રવિવારે બપોરે હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યું હતું. સદારંગાનીનું સોલાપુરમાં મૃત્યુ થયું હતું. પણ તે પહેલા તેમણે તેમની મુલુંડમાં રહેતી પુત્રી હેમા ચોતરાની સાથે ફોન પર વાત કરી હતી.આ સંદર્ભે મૃતકના જમાઇ ચંદન ચોતરાની અનુસાર તેમની પત્ની અને તેમનું ખાતુ પીએમસી બેંકમાં હતું. તેમણે પીએમસી બેંકમાં તેમના જીવનભરની કમાણી જમા કરાવી હતી. ચોતરાનીના બેંકમાં કુલ 2.25 કરોડ રૂપિયા જમા હતા.

હ્રદય રોગ સંબંધિત કોઈ બીમારી નહોતી

બેંક પર આરબીઆઇએ નિયંત્રણ મૂકતા તેમના પત્ની હેમા તેમની ચિંતા અવારનવાર તેમના માતા ભારતી સમક્ષ વ્યક્ત કરતા. ચંદન ચોતરાની અનુસાર તેમના સાસુને આ પહેલા હૃદય સંબંધી કોઇ બિમારી નહોતી અને એકદમ તંદુરસ્ત હતા. જો કે પીએમસી બેંકમાં દીકરીની મોટી રકમ સલવાઇ જતા તેઓ સતત તાણ હેઠળ રહેતા હતા. ભારતી સદારંગાનવીનું મૃત્યુ થતા હેમા ઉંડા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. ચંદન અનુસાર બેંકની આ સમસ્યા તેમના જીવનસાથે રમત રમી રહી છે. પીએમસી બેંકમાં 4533 કરોડ રૂપિયાના ગોટાળાની વાત બહાર આવતા આરબીઆઇએ બેંક પર નિયંત્રણો મૂકી દીધા છે.

લાખો રૂપિયા હોવા છતાં પૈસા કાઢી શકતા નથી

તેથી ખાતેદારો તેમના ખાતામાં લાખો રૂપિયા હોવા છતા પૈસા કાઢી શકતા નથી. ઘણા લોકોની તો જીવનભરની મૂડી બેંકમાં અટવાઇ ગઇ છે તેમની સામે ઘર ચલાવવાની વિકરાળ સમસ્યા મોઢું ફાડીને ઉભી છે. પરિણામે બેંકના ખાતેદારોમાં સ્વાસ્થ્યની સમસ્યા ઉભી થઇ છે.આ પહેલા જેટ એરવેઝના કર્મચારી સંજય ગુલાટી (51) પછી મુલુંડના ફતોમલ પંજાબી (56) મુલુંડના જ રહેવાસી મુરલીધર ધારા (80) અને એક મહિલા ડોક્ટરના ચિંતામાં  મૃત્યુ નિપજ્યા છે. આ ચાર જણા બાદ હવે ભારતી સદારંગાનીનું મૃત્યુ થતા આ સંદર્ભે આ પાચમું મરણ થયું છે એમ કહી શકાય.

સરકારની ઉદાસીનતા

આ સંદર્ભે પીએમસી બેંકના એક ભડકેલા ખાતેદારે તેમની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારની ઉદાસીનતાને પરિણામે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થઇ રહ્યા છે. જ્યારે અન્ય એક ખાતેદારે જણાવ્યું હતું કે અમને અમારા પરિવારની ચિંતા સતાવી રહી છે પણ આ મુદ્દે કોઇ કાંઇ કરી રહ્યું નથી  એ અત્યંત દુખદ બાબત છે.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

વિકાસ દુબે ફરિદાબાદની હોટલમાં છુપાયો હતો! પોલીસ દરોડામાં ગૈંગસ્ટરનો સાથી પકડાયો

Mansi Patel

સ્વાસ્થ મંત્રાલયનો દાવો, ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!