ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં મધ્ય ગુજરાતના સાત જિલ્લાની 34 બેઠકો ઉપર 225 ઉમેદવારો પોતાનું ભાવી અજમાવી રહ્યા છે. આ 34 બેઠકો પૈકી ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે બેઠક ઉપર તારીખ 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે .જ્યારે બાકીના પાંચ જિલ્લાની 27 બેઠકો પર તારીખ 5 ના રોજ વોટિંગ થશે.

વર્ષ 2017 ની ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત બેઠક ઉપર 61 ઉમેદવારો હતા તેની સરખામણીએ આ વખતે ઓછા છે. આ ચૂંટણીમાં 41 ઉમેદવારો જંગમાં છે.જો કે બાકીના પાંચ જિલ્લામાં ગઈ ચૂંટણી કરતા પાંચ ઉમેદવારો વધુ છે. એટલે કે આ ચૂંટણીમાં આ પાંચ જિલ્લામાં 184 ઉમેદવારોનું ભાવી નક્કી થશે.
વડોદરા શહેર જિલ્લાની 10 બેઠક ઉપર 72 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ અકોટા બેઠક ઉપર 11 છે .વર્ષ 2017 ની ચૂંટણીમાં શહેર જિલ્લાની 10 બેઠક ઉપર 82 ઉમેદવારો જંગમાં હતા. શહેર જિલ્લાની બેઠકોમાં શહેર વાડી, સયાજીગંજ, અકોટા, રાવપુરા ,માંજલપુર, પાદરા, કરજણ, ડભોઇ ,સાવલી અને વાઘોડિયા નો સમાવેશ થાય છે.
પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલ ની પાંચ બેઠકો પર 38 ઉમેદવારો છે. દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ ,ગરબાડા અને દેવગઢ બારીયા ની છ બેઠકો પર 35 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે .છોટાઉદેપુર જિલ્લાની જેતપુર પાવી ,સંખેડા અને છોટાઉદેપુર એમ ત્રણ બેઠકો પર 17 ઉમેદવારો સ્પર્ધામાં છે .
મહીસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા ની ત્રણ બેઠકો વચ્ચે 22 ઉમેદવારોનું ભાવી નક્કી થશે .ભરૂચની પાંચ બેઠક પૈકી ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા ,વાગરા અને જંબુસરમાં 32 તથા નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠક પર નવ ઉમેદવારો સ્પર્ધામાં છે.
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા