GSTV
Home » News » સાબરકાંઠા જિલ્લાના 2,227 અને રાજકોટનાં 262 કર્મચારીઓ મતદાન કરવા પહોંચ્યા

સાબરકાંઠા જિલ્લાના 2,227 અને રાજકોટનાં 262 કર્મચારીઓ મતદાન કરવા પહોંચ્યા

સાબરકાંઠાના હિંમતનગર ખાતે લોકસભા ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યુ છે. હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાબરકાંઠા જિલ્લાના 2,227 કર્મચારીઓ મતદાન કરવા પહોંચ્યા હતા. હોમ ગાર્ડ, પોલીસ જવાન, અને સરકારી કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે. ચૂંટણી ઓબ્ઝર્વરે પણ મતદાન મથકની મુલાકાત લીધી.

રાજકોટ

રાજકોટમાં સરકારી અધિકારીઓએ આજરોજ મતદાન કર્યુ હતું. રાજકોટ લોકસભામા કુલ 11 હજાર કરતા વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. જે પૈકીના 262 સરકારી કર્મચારીઓએ પોતાના મતનો અધિકાર અદા કર્યો હતો. જ્યારે આજે રાજકોટ વિધાનસભા 69ના 1400 જેટલા કર્મચારી પૈકી 657 જેટલા કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયા તાલિમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!