GSTV

ફફડાટ/ બાળકોને શાળાએ મોકલતાં પહેલાં વિચારજો, આ રાજ્યમાં એક જ ક્લાસના 22 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

કોરોના

Last Updated on February 1, 2021 by Bansari

છત્તીસગઢના કોડાગાંવમાં એક જ ક્લાસના 22 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ક્લાસના એક બાળકની તબિયત લથડતાં તેને દવાખાને લઇ જવામાં આવ્યો હતો અને તેનાં ક્લાસના બાળકોનો ટેસ્ટ થતાં 22 બાળકો પોઝિટિવ આવ્યા છે. અત્યારે શાળામાં જ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટેસ્ટની તૈયારી પણ કરવામાં આવી છે.

કોરોના

એક સાથે 22 બાળકો કોરોના પોઝિટિવ

છત્તીસગઢના કોડાગાંવના બડેરાજપુરમાં મોહલ્લા ક્લાસમાં અભ્યાસ કરતા એક બાળકની તબિયત બગડતા હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં નિદાન થયું હતું કે તેને કોરોના પોઝિટિવ છે. ક્લાસના તેની આસપાસના 22 બાળકોનો રિપોર્ટ પણ ત્યારબાદ પોઝિટિવ આવ્યો હતો. બાળકોને ગામની બહાર લઇ જવાની વાતનો ગ્રામજનો દ્વારા વિરોધ થતાં મોહલ્લા ક્લાસ તેમજ હોસ્ટેલમાં જ આઇસોલેશન સેન્ટર ઉભા કરી સારવાર શરૂ કરાઇ છે.

કોરોના

વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ થશે

આ તમામ વિદ્યાર્થીઓને ઉંમર 11થી 14 વર્ષ છે. પોઝિટિવ આવેલા બાળકો પૈકી કેટલાંક બાળકો પરિવાર સાથે રહે છે અને કેટલાંક હોસ્ટેલમાં રહે છે. સ્થાનિક મેડિકલ ઓફિસર ડૉ. ટી.આર. કુવરનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે અને તમામ બાળકોની પરિસ્થિતિ સ્ટેબલ છે.

Read Also

Related posts

પહેલા ગાયનો ખોળોભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ, વાંચો શું છે આ અનોખો મામલો

Vishvesh Dave

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!