GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

રાજ્યમાં 11 દિવસમાં એક્ટિવ કેસમાં 22 ટકાનો ઘટાડો, આ સ્પીડ રહી તો કોરોના ગુજરાતમાં ભૂતકાળ બની જશે

Corona
  • છેલ્લા બે દિવસમાં જ 8.40 ટકા એક્ટિવ કેસ ઘટ્યા
  • 18 મેના પોઝીટીવ સામે એક્ટિવ કેસ 53.19 ટકા
  • 23 મેના રોજ 48.80 ટકા એક્ટિવ કેસ આજે ઘટીને 26.35 ટકા
  • છેલ્લા 4 દિવસથી વધી રહ્યા છે 400થી વધુ કેસ
  • એક જ દિવસમાં સૌથી વધારે 1114 દર્દીઓ ગઈકાલે સાજા થયા

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો ભલે વધી રહ્યા હોય પરંતુ રાજ્ય સરકારના આંક મુજબ રિકવરી દર ખૂબ જ સારો મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ 1114 લોકોને ડિસ્ચાર્જ અપાયું છે. આજે પણ 318 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 5 દિવસથી કોરોના સંક્રમણના કેસો 400 થી વધારે આવવા છતાં રિકવરી દર લગભગ ઊંચો રહ્યો છે. રાજ્ય સરકારના આંક મુજબ 18 મે પહેલા કુલ પોઝીટીવ કેસ સામે એક્ટિવ કેસનો દર 53.19 ટકા હતો. જે આજે ઘટીને 26.35 ટકા પર આવી ગયો છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ છેલ્લા 11 દિવસમાં ખૂબ જ સારો મળ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં રિકવરી રેટ હવે વધીને 67.40 ટકાએ પહોંચ્યો છે.

કોરોના

ગુજરાતમાં 23 મેના એક્ટિવ કેસનો આંક ડિસ્ચાર્જ આંક કરતા વધારે હતો. ગુજરાતમાં ભલે 400 કરતાં વધારે પોઝીટીવ આવતા હોય પરંતુ સાજા થનારાની સંખ્યા તેના કરતા વધારે રહી છે. ગુજરાતમાં છેલ્લા સપ્તાહમાં 4757 લોકો સાજા થઈને ઘરે ગયા છે. તે દરમિયાન 2,803 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલમાં જે રીતનો રિકવરી દર છે તે જળવાઈ રહેશે તો આગામી 15 દિવસોમાં ગુજરાતમાં કોરોનાનું નામ ભૂતકાળ બની શકે છે. ગુજરાતમાં હાલમાં 4,783 કેસ એક્ટિવ છે.

કોરોના

ગુજરાતમાં પોઝીટીવ કેસનો આંક 18,177 થયો

ગુજરાતમાં 31 મે સુધી 5837 એક્ટિવ કેસ સાથે કુલ સંક્રમણનો આંક 16794 હતો. રાજ્યમાં કુલ પોઝીટીવ કેસ સામે છેલ્લા બે દિવસમાં જ 8.40 ટકાનો ઘટાડો થયો છે. અર્થાત 8.40 ટકા એક્ટિવ કેસ ઓછા થઈ ગયા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસનો આંક 5000ની નીચે આવી ગયો છે. આજે નવા 1114 દર્દીઓને રજા અપાતા હવે એક્ટિવ કેસની સંખ્યા 4646 થઈ છે. ગુજરાતમાં આજે વધુ 29 લોકોના મોત થતાં આંક 1092 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી 400થી વધારે પોઝીટીવ કેસ આવી રહ્યા છે. આજે વધારે 485 પોઝીટીવ ઉમેરાતાં ગુજરાતમાં પોઝીટીવ કેસનો આંક 18,177 થયો છે.

Read Also

Related posts

ગલવાન હિંસાના શહીદોના નામે હશે દેશના આ સૌથી મોટા COVID-19 સેન્ટરના વોર્ડ

Bansari

રશિયાના બંધારણમાં સુધારો: લોકોની ઈચ્છાથી 2036 સુધી પુતિન રહેશે દેશના સર્વોચ્ચ વડા

Bansari

કોરોના સંકટમાં ભારતને મોટી સફળતા: પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર, આ દિવસે થશે લૉન્ચ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!