GSTV

દેશને મળશે 22 નવા એક્સપ્રેસવેની સોગાત, જાણો શું છે સરકારનો પ્લાન

22

દેશને ટૂંક સમયમાં જ 22 નવા એક્સપ્રેસવે મળવા જઇ રહ્યાં છે. તેના માટે NHAI આશરે 4 લાખ કરોડના SPVની રચના કરશે. ઇન્વેસ્ટર્સ માટે ઇન્ફ્રા/હાઇવે સેક્ટરમાં રોકાણને લઇને આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સુરક્ષિત મોકો છે. હાઇવે ઓથોરિટી ઇન્ફ્રા સેક્ટરમાં ફંડિગની સમસ્યાને દૂર કરવા માટે SPVની રચના કરી રહ્યું છે.

જણાવી દઇએ કે હાઇવે ઓથોરિટી SPV બનાવી રહી છે. પ્રથમ SPV 45 હજાર કરોડ રૂપિયાનો છે, જે મુંબઇ-દિલ્હી એક્સપ્રેસવે માટે બનાવવામાં આવી ચુક્યુ છે. આ SPVમાં NHAI 5000 કરોડ રૂપિયા આપશે અને બાકી લોન લેશે.

એક્સપ્રેસવે માટે NHAIની આવી છે તૈયારીઓ

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે હાલના રૂટથી 220 કિમી ટૂંકા હશે અને દિલ્હીથી મુંબઈ કારમાં 12 કલાકમાં જ પહોંચી શકાય છે. સરકારે NHAIના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની સાથે સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ વિલેજ અને લોજિસ્ટિક પાર્કના નિર્માણ માટે કાનૂની સલાહ માંગી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, NHAI SVP બનાવવા માટે બે રસ્તાઓ લેશે. આમાંથી પ્રથમ 50 થી 150 કિ.મી.ના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે એક SVP હશે. તે જ સમયે, 300 થી 400 કિ.મી. માટે વધુ SVP બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 45000 કરોડ રૂપિયા ખર્ચ થશે, જેમાંથી NHAI 5000 કરોડ રૂપિયા આપશે. જ્યારે 40 હજાર કરોડ રૂપિયા લોનમાંથી આવશે.

Read Also

Related posts

બીપીએલ કાર્ડધારકો માટે મહત્વના સમાચાર/ દુકાનદાર સાથે તકરાર કરવી નહીં, સરકારે આ નિયમ ફેરવી નાખ્યો છે !

Pravin Makwana

હવે સરહદને બદલે અંતરિક્ષમાં ભારતે નિશાન બનાવી રહ્યું છે ચીન, અહીં કર્યો મોટો હુમલો

Mansi Patel

6 મહિના બાદ મળશે AMCની સામાન્ય સભા, તમામ કોર્પોરેટરોએ કરાવવા પડશે કોરોના ટેસ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!