GSTV

જમ્મૂ-કાશ્મીરનાં બે બાળકો સહિત 22 બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરાયા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં દેશભરના 22 બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જેમાં બે બાળકો જમ્મુ અને કાશ્મીરના છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ચાઈલ્ડ વેલફેર દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર આ 22 બાળકોમાં 10 બાળકી અને 12 બાળકો છે. જ્યારે એક બાળકને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ભારતીય બાળ કલ્યાણ પરિષદ પર નાણાંકીય ગરબડીનો આરોપ લગાવીને ગત્ વર્ષે બાળ વિકાસ મંત્રાલયે પોતાને આ પુરસ્કારથી પોતાને અલગ કરી દીધા હતા. આ કારણે ગત વર્ષે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ચાઈલ્ડ વેલફેર દ્વારા પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. જો કે, વીરતા પુરસ્કાર માટે પસંદ થયેલા બાળકો ગણતંત્ર દિવસની પરેડનો ભાગ નહીં બને.

આઈસીસીડબલ્યુએ આ વર્ષે આ પુરસ્કારનુ નામ પણ બદલી નાંખ્યું છે. પહેલાં સંજય ચોપડા, ગીતા ચોપડા, બાપૂ ગેધાનીના નામથી પુરસ્કાર આપવામાં આવતા હતા, ત્યારે આ વર્ષે તેમના સ્થાને માર્કેન્ડેય પુરસ્કાર, ધ્રુવ પુરસ્કાર, અભિમન્યુ પુરસ્કાર, પ્રહલાદ પુરસ્કાર તેમજ શ્રવણના નામથી પુરસ્કાર આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!