GSTV
Home » News » 21 જૂને “યોગ ફોર હાર્ટ કેર”ની થીમ સાથે યોગ દિવસની કરાશે ઉજવણી

21 જૂને “યોગ ફોર હાર્ટ કેર”ની થીમ સાથે યોગ દિવસની કરાશે ઉજવણી

પાંચમા વિશ્વ યોગ દિનની 21 જૂને ઉજવણી કરવામાં આવશે.યોગ ફોર હાર્ટ કેરની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજય કક્ષાની ઉજવણી અમદાવાદના સરદાર પેટલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે.

રાજ્યપાલ ઓ. પી. કોહલી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં સવારે ૬ થી ૮ દરમિયાન યોગ કરવામાં આવશે. રાજયમાં 50 હજાર વધુ સ્થાન પરથી 1 કરોડ 51 લાખ લોકો સામુહિક યોગ દિનમાં જોડાશે.

અને યોગ કરીને યોગ દિનની ઉજવણી કરાશે અંબાજી,સોમનાથ, દ્વારકા, લોથલ, રાણકી વાવ સહિત 150 જેટલા ઐતિહાસિક સાંસ્કૃતિક ધાર્મિક પ્રવાસન સ્થળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

સોમનાથ, અક્ષરધામ, તુલસી શ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. વિવિધ ધર્મ સંપ્રદાયના ૧ હજાર જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓ કેવડીયામાં સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સમીપે સાંધ્ય યોગ સાધનાથી સાકાર કરશે.

ર૦૧૪માં યુ.એન.માં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વિકૃતિ મળી હતી. અને ર૦૧૫થી દર વર્ષે ર૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશના સૈન્યનો ગોળીબાર : જવાન શહિદ, એકને ઈજા

Mayur

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને લઈ મોદી સરકારની ઝાટકણી કાઢી

Mayur

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!