આજે સંત શિરોમણી જલારામ બાપાની 219મી જન્મજયંતિ

સંત શિરોમણી જલારામ બાપાની આજે 219મી જન્મજયંતિ છે. તેમજ યાત્રાધામ વિરપુર ખાતે તેની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. વિરપુરમાં ગામમાં ઘરે ઘરે આંગણામાં રંગોળી દોરવામાં આવી છે.તો સાથે ઘર-દુકાનોમાં આસોપાલવ, રંગબેરંગ ફુલના તોરણો પણ બાંધવામાં આવ્યા છે. ઘરે ઘરે દોરવામાં આવેલી રંગોળીમાં બાપાના જીવન કવનને ચરિતાર્થ કરવામાં આવ્યુ છે. ગામના મુખ્ય રસ્તાઓ તેમજ દુકાનોએ કમાનો, મંડપો નાખવામાં આવ્યા છે. બાપાની જન્મજયંતી નિમીતે ભાવિકોનું ઘોડાપુર જલારામધામ ખાતે ઉમટી પડ્યું છે જેમાં ઘણા યાત્રા સંઘો પાંચસો પાંચસો કીલોમીટર પગપાળા ચાલીને દર્શનાર્થે આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter