જવાહરલાલ નહેરુ આ વર્ષે ચૂંટણીના મહાભારતમાં મતદાન કરે તો નવાઈ નહીં. કારણ કે દેશમાં આ નામમાં 76 મતદારો છે. આ નામ ચૂંટણી પંચની મતદાર યાદીમાં નોંધાયેલ છે. જો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એકબીજાના પક્ષને મત આપતા હોય તો કોઈએ આશ્ચર્ય પામવું જોઈએ નહીં.
કારણ કે રાહુલ એકમાત્ર નામ નથી અને નરેન્દ્ર મોદી પણ એક જ નામ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના 211 મતદારો છે. ચૂંટણી પંચના મતદાર હેલ્પલાઈન એપ્લિકેશન મુજબ 783 મતદાતાઓ રાહુલ ગાંધી નામના છે. કદાચ નરેન્દ્ર મોદી નામના મતદાર કોંગ્રેસ માટે મત આપશે અને કેટલાક રાહુલ ગાંધી નામના મતદાતા ભાજપને મત આપશે.
બીએસપીના પ્રમુખ માયાવતીના નામ પર તો અઢળક મતદાર છે. આ નામમાં દેશભરમાં 27,285 મતદારો છે. એપ્લિકેશન મુજબ 3482 મતદારો ભાજપના અમિત શાહ નામના પણ છે. અખિલેશ યાદવના નામના 12,935 મતદારો અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહના નામે 2329 મતદારો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના 101 મતદાતાઓ છે.
READ ALSO
- વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!
- ભાજપે સરકાર રચવા શરૂ કરી કવાયત / ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના
- Breaking / CM ભૂપેન્દ્ર પટેલ પછી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
- અગ્નિપથ સ્કીમને લઈ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન, અગ્નિવીરોને ભાજપના કાર્યકરો કહ્યા
- નેપાળની રાજધાનીમાં સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધ, કાઠમંડુમાં કોલેરા પ્રસારને રોકવા કવાયત