દાનિશ જહનનાં ફેન્સ માટે માઠા સમાચાર, રોડ એક્સિડન્ટમાં થયું મોત

મશહૂર યુટ્યુબર અને વિકાસ ગુપ્તાનાં ટીવી શો ‘એમટીવી એસ ઑફ સ્પેસ’નો કન્ટેસ્ટન્ટ દાનિશ જહનનું એક રોડ અકસ્માતમાં મૃત્યું થયું છે. 21 વર્ષનો દાનિશ આજે જ્યારે એક લગ્નને અટેંડ કર્યા પછી પાછો આવતો હતો ત્યારે આ અકસ્માત થયો. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, દાનિશ મુંબઇમાં કોઈ લગ્નમાં શરિક બનવા ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા ત્યારે મુંબઈના વાશીમાં તેમની કારનું એક્સીડેન્ટ થયું અને ત્યાં જ મૃત્યુ પામ્યો હતો.

દાનિશ મિડલ ક્લાસ ફેમલીમાંથી બિલોંગ કરતા હતા પરંતુ હેરસ્ટાઇલ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતા હતા. દાનિશ યુટ્યુબ ચેનલ દ્વારા યુવાનો વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતા અને તેમના યુટ્યુબ ચેનલ પર એક વિડીયોમાં હજારો લાઇક્સ અને કમેન્ટ આવતી હતી. દાનિશે યુટ્યુબ ચેનલના કારણે ઝડપથી લોકપ્રિયતા મેળવી હતા અને ત્યારબાદ એમટીવી પર આવનારી વિકાસ ગુપ્તાના ટીવી શો ‘એસ ઑફ સ્પેસ’માં પણ ખૂબ નવાજવામાં આવ્યો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter