GSTV
Home » News » અમરેલીમાં નોટીસ છતાં ફાયર NOC નહીં લેનાર 21 ટયુશન ક્લાસીસ સીલ

અમરેલીમાં નોટીસ છતાં ફાયર NOC નહીં લેનાર 21 ટયુશન ક્લાસીસ સીલ

સુરતના ટયુશન ક્લાસીસમાં અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી અમરેલી નગરપાલિકાએ ફાયર એનઓસી  અંગે  નોટીસનો ઉલાળીયો કરનારા ૨૧ જેટલા ટયુશન ક્લાસીસોને આજે સીલ મારી દીધા  હતા. સીલ મારવાની કાર્યવાહીથી ટયુશન ક્લાસીસ સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સીલ મારતા અટકાવવા અધિકારીઓ ઉપર મોબાઈલ રણકી ઉઠેલા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, અમરેલી શહેરમાં ફાયર સેફ્ટી નોર્મ્સ અંગે પ્રાંત અધિકારી ડી.એન. સતાણીની રાહબરી હેઠળ અમરેલી નગરપાલિકા દ્વારા પાંચ ટીમો બનાવી છે. જેના દ્વારા શહેરમાં ટયુશન ક્લાસીસ, હોસ્ટેલો, હોટલ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડીંગોમાં સર્વે હાથ ધરવામાં આવેલો હતો. 

૮૮ જેટલી મિલકતોના સર્વે બાદ ફાયર સેફ્ટી નિયમોનો ઉલાળીયો કરનારા તેમજ એનઓસી નહીં ધરાવતા ૩૮ જેટલા ટયુશન ક્લાસીસોને પાલિકાના અધિકારી દ્વારા ૩ દિવસની મુદતની નોટીસો આપવામાં આવી હતી. ત્રણ દિવસની મુદત પુરી થવા છતાં પણ ફાયર સેફ્ટી એનઓસી નહીં મેળવનારા ટયુશન ક્લાસીસો ઉપર આજે પાલિકા દ્વારા વેરા અધિકારીની આગેવાની હેઠળ બે ટીમો બનાવી સવારથી જ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ટયુશન ક્લાસીસ સંચાલકોમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

પાલિકાની ટીમ દ્વારા સાંજના સાત વાગ્યા સુધી સીલ મારવાની કાર્યવાહી ચાલુ રાખી હતી. જેમાં દિપ દર્શન ઈન્ફોર્મેશન, જનાણી ક્લાસીસ, જ્ઞાાનદિપ એજ્યુકેશન, પાસ્કલ કોમ્પ્યુટર એકેડમી, નવકાર ડાન્સ ક્લાસીસ, સંસ્કાર ક્લાસીસ, આર.કે. એજ્યુ. એકેડમી, પીએનડીસી ડાન્સ ક્લાસીસ, સરસ્વતિ ટયુશન ક્લાસીસ, ધી ગોલ્ડન જીમ, સ્માર્ટ લર્નિંગ સીસ્ટમ, એરોમા ઈન્સ્ટીટયુટ, આર.સી. સાયન્સ ક્લાસીસ, શ્યામ કોમ્પ્યુટર, સાંદીપની એકેડમી, બ્રહ્મદીપ ક્લાસીસ, ભાનુ ઈન્ફોટેક, આઈ.એ. સીટી કોમ્પ્યુટર સેન્ટર સહિત ૨૧ને સીલ મારી દેવામાં આવેલા હતા.

ચિતલ રોડ ઉપર આવેલ શુભમ કોમ્પલેક્ષમાં સીલ મારવા બાબતે થોડી જીભાજોડી થઈ હતી. પરંતુ પ્રાંત અધિકારીની કડક સુચનાથી કોઈપણની શેહશરમ રાખ્યા વગર સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ટયુશન ક્લાસીસ સંચાલકોએે આક્રોશ સાથે જણાવેલું હતું કે શહેરમાં બહુમાળી એપાર્ટમેન્ટ, કોમર્શિયલ એપાર્ટમેન્ટ, હોટલો, રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવા છતાં પણ સરકારી તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવી ફક્ત ક્લાસીસવાળાને જ નિશાન બનાવી રોજીરોટી છિનવી લીધી છે. જો કે સંચાલકોની આ દલીલ યોગ્ય નથી. નિયત મુદ્દતમાં તેમણે ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા જોઈએ.

READ ALSO

Related posts

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi

જાફરાબાદનો દરિયો ફરી એક વખત ગાંડોતુર, 10 ફૂટ મોજા ઉછળ્યા

Kaushik Bavishi

સિંહને મારી KISS કરવા લાગ્યુ કપલ, પછી શું થયુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!