GSTV
Home » News » Yoga For Heart Care: પાંચમા વિશ્વ યોગ દિવસે દોઢ કરોડથી વધુ લોકો સામુહિક યોગ કરશે

Yoga For Heart Care: પાંચમા વિશ્વ યોગ દિવસે દોઢ કરોડથી વધુ લોકો સામુહિક યોગ કરશે

રાજ્યમાં આગામી તા. 21 જૂને પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે 50 હજારથી વધુ સ્થળઓ પર સામુહિક યોગ ક્રિયા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 2014માં UNમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી અને 2015 થી દર વર્ષે તા. 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં 33 જિલ્લા, 8 મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને 1 કરોડ 51 લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.

GIDCનાં ઉદ્યોગો પણ યોગમાં જોડાશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું કે આ વર્ષે શાળાઓ, કોલેજ-યુનિવર્સિટી તેમજ પોલીટેકનીક, ઇજનેરી-ફાર્મસી કોલેજના યુવા છાત્રો, ITI. જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઇ.ડી.સી.ના ઊદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગ સાધનામાં જોડાવાના છે. આ વર્ષે રાજ્યમાં 150થી વધુ સ્થળોએ સામૂહિક યોગક્રિયા હાથ ધરાશે.

આ વર્ષે ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ થીમ

વ્યકિતના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઇ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં વિશ્વ યોગ દિવસની થીમ-વિષયવસ્તુ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવામાં આવી છે.

અમદાવાદમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે

વિશ્વ યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સવારે 6 થી 8 દરમ્યાન યોજાશે. અમદાવાદ મહાનગરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકો-યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ અભ્યાસમાં જોડાવાના છે.

modi yoga video

પીએમ મોદી વીડિયો સંદેશ આપશે

વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી સંબોધન-સંદેશનું પ્રસારણ સવારે 6-30 વાગ્યાથી રાજ્યભરમાં જિલ્લા-તાલુકા-નગર કક્ષાએ જે સામૂહિક યોગ અભ્યાસ થવાના છે ત્યાં વિડીયો લીંક મારફત પ્રસારિત કરવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.

ગત વર્ષે 21મી જૂને ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં 1 કરોડ 25 લાખ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ વર્ષે 1 કરોડ 51 લાખથી વધુ લોકોને સામૂહિક યોગ સાધનામાં જોડવા માટે સમગ્ર વહિવટીતંત્ર અને જિલ્લા-નગરોના સત્તાતંત્રોએ સુદ્રઢ આયોજન કર્યુ છે.

READ ALSO

Related posts

28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

Mansi Patel

પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

Bansari

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!