GSTV

મોદી સરકારની લીલીઝંડી પણ કોરોનાકાળમાં 21 સપ્ટેમ્બરથી આ 3 રાજ્યો નહીં ખોલે શાળાઓ : લેવા માગતા નથી રિસ્ક

કોરોના

21 સપ્ટેમ્બરથી ઘણા રાજ્યમાં શાળા ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતમાં કોરોના સંકટ હજુ ટળ્યુ નથી, પરંતુ કોરોનાથી બચતા-બચતા જિંગદીને પાટા પર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 24 માર્ચના રોડ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી જ જિંદગી માત્ર રૂમ સુધી જ સમાઈને રહી ગઈ છે. કોરોના વાયરસ બાદ હવે પ્રથમ વખત 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે, દેશભરના મહત્તમ વાલીઓ પોતાના બાળકને શાળાએ ન મોકલવાના પક્ષમાં છે.

મધ્યપ્રદેશમાં શાળા ખુલશે

મધ્યપ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી 9 થી 12માં ધોરણની શાળાઓ ખુલવા જઈ રહી છે. આ સંદર્ભે શાળા શિક્ષણ વિભાગે કેન્દ્રની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) ને અનુસરવાની પણ સૂચના આપી છે. પાટનગરની કેટલીક શાળાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, વિદ્યાર્થીઓએ શાળાએ આવવું ફરજિયાત નથી. એટલે કે, ઓર્ડર સ્વૈચ્છિક છે. જ્યારે વિદ્યાર્થીઓનું હૃદય ઇચ્છે ત્યારે જ તે શાળાએ આવી શકે અને જો ન ઇચ્છે તો તે ન આવે. વખતે હાજરીના આધારની કોઈ સિસ્ટમ રહેશે નહીં. બાકીના વર્ગો અને શાળાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તેમના ઓનલાઇન અભ્યાસ પહેલાની જેમ ચાલુ રહેશે.

ઉત્તરપ્રદેશમાં સંભાવના ખૂબ જ ઓછી

અનલોક -4 હેઠળ કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી 9 થી 12માં ધોરણ સુધીની શાળાઓ શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે, યુપી સરકાર તેને સ્વીકારવા તૈયાર નથી. યુપીમાં વધી રહેલા કોરોના કેસને કારણે આ મહિનાથી શાળા શરૂ થવા અંગે મૂંઝવણ છે. નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા હોવાથી 21 સપ્ટેમ્બરથી રાજ્યમાં આંશિક ધોરણે શાળાઓ શરૂ થવાની સંભાવના ઓછી છે.

ઉત્તરાખંડમાં નહી ખુલે શાળા

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ઉત્તરાખંડ સરકારે 21 સપ્ટેમ્બરથી શાળા ન ખોલવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશના શિક્ષા મંત્રી અરવિંદ પાંડેએ મુખ્ય સચિવ, શિક્ષા સચિવ અને શિક્ષા નિર્દેશકને આ બાબતે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, તે સ્થિતિમાં શાળાઓ ખોલવી યોગ્ય રહેશે નહીં. હાલમાં 30 સપ્ટેમ્બર સુધી શાળાઓ સંપૂર્ણ બંધ રહેશે.

દિલ્હીમાં પણ નહી ખુલે શાળા

દિલ્હીની અરવિંગ કેજરીવાલ સરકારે કોરોના મહામારીના કારણે 30 સપ્ટેમ્બર સુધી બધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં નહી ખુલે શાળઆ

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ હજુ ખુલશે નહી. રાજ્યના શિક્ષા મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યુ છે કે, COVID-19 ની સ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે 21 સપ્ટેમ્બરથી માધ્યમિક અને ઉચ્ચતક માધ્યમિત શાળાઓને ન ખોલવાનો નિર્ણય કર્યો છે. શિક્ષા મંત્રીએ કહ્યુ છે કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠક દરમિયાન રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે.

હરિયાણાં ખુલશે શાળા

હરિયાણાના સોનિપત અને કરનાલમાં શાળાનું ટ્રાયલ રન પણ ચાલી રહ્યુ છે. અહીંયા બબલ્સ સિસ્ટમથી બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. જો આ પ્રયોગ અસફળ રહ્યો તો સમગ્ર પ્રદેશમાં જ આ નિયમને લાગુ કરવામાં આવશે અને શાળાઓ ખોલી દેવામા આવશે.

ગોવામા પણ આંશિક રૂપથી ખુલી શકે શાળા

ગોવાની પ્રમોદ સાવંત સરકાર રાજ્યમાં અંશિક રૂપથી શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજ્ય સરકાર 2 ઓક્ટોબરથી 10 મી અને 12 ના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પરવાનગી આપી શકે છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં સંબંધિત અધિકારીઓ સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

શાળા ખોલવાના પક્ષમાં સરકાર

ઝારખંડ સરકારે પણ મહામારીની વચ્ચે શાળા ખોલવાના પક્ષમાં છે. ઝારખંડના શિક્ષા મંત્રી વેદ્યનાથ મહતોનુ કહેવુ છે કે, બાળકોના અભ્યાસનું નુકસાન થઈ રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે, આ સર્વેમાં અમને જાણવા મળ્યુ છે કે, શહેરોના વિસ્તારમાં ઓનલાઈન ક્લાસનો માત્ર 27 ટકા જ વિદ્યાર્થી લાભ લઈ શક્યા છે.

આંધ્રપ્રદેશમાં ખુલશે શાળા

આંધ્રપ્રદેશમાં પણ 21 સપ્ટેમ્બરથી શાળા ખોલવામાં આવી રહી છે. અહીંયા 50 ટકા ટીચિંગ અને 50 ટકા નોન-ટીચિંગ સ્ટાફને શાળામાં બોલાવવામાં આવી શકે છે. 9માં ધોરણથી 12 સુધીના દરેક વિદ્યાર્થીને પોતાના પરિવારજનોની લેખિત મંજૂરી બાદ શાળા ખોલવામા આવી શકાય છે અને અભ્યાસ પણ કરી શકાય છે. રાજ્ય સરકાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

READ ALSO

Related posts

નસીબના ખેલ/ સ્પામ નંબર પરથી મહિલાને વારંવાર આવી રહ્યા હતા ફોન, ગુસ્સામાં ઉઠાવ્યો ફોન તો લાગી અધધ.. આટલા કરોડની લોટરી

Harshad Patel

ઝટકો/ એકમાત્ર જુલાઈમાં જ 32 લાખ પગારદારોએ નોકરી ગુમાવી, અર્થતંત્રમાં રિકવરી પણ નોકરીઓ નથી

Zainul Ansari

જોબ ઓફર હોય તો આવી/ નવી નોકરી પર મોંઘી બાઈક અને આઈફોનની ઓફર, ટેસ્ટમાં બેસવા માટે પણ અપાય છે પૈસા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!