GSTV
Home » News » પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

evm opposition

લોકસભા ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીએને બહુમતી મળતી હોવાનું અનુમાન છે. જોકે હજુ પરિણામ 23મીએ આવવાનું છે. પરંતુ પરિણામ પહેલા જ વિપક્ષોએ ફરીથી ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. આંધપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડુના નેતૃત્વમાં વિપક્ષના નેતા ચૂંટણી પંચને મળવા પહોંચ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વીવીપેટ મુદ્દે રજૂઆત કરશે.

વિપક્ષ સતત ઈવીએમને લઈ આરોપો લગાવી રહ્યા છે. આ વચ્ચે ચૂંટણી પંચે પણ વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત પહેલા બેઠક કરી હતી. બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડા, ઉપરાંત અન્ય કમિશનર સુશીલ ચંદ્રા અને અશોક લવાસા પણ હાજર રહ્યા હતા. ચૂંટણી પંચ સાથે મુલાકાત પહેલા વિપક્ષી 21 પાર્ટીના નેતાઓએ બેઠક કરી હતી.

ચંદ્રાબાબુ નાયડુની અધ્યક્ષતામાં કોંગ્રેસ, એનસીપી, સીપીએમ, ટીએમસી, એસપી, બીએસપી સહિત 21 રાજકીય પક્ષોના પ્રમુખ નેતાઓઓએ બેઠક કરીને ઈવીએમ અને વીવીપેટ મુદ્દે ચર્ચા કરી. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બેઠક કરી. એક્ઝિટ પોલના પરિણામો ફરી એનડીએ સરકાર બને તેવા છે. એક્ઝિટ પોલ બાદ ઈવીએમ અને વીવીપેટ મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષની 21 પાર્ટીઓની બેઠક પહેલા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી. તો સાથે જ ભાજપે પલટવાર પણ કર્યો.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

મહુવા : થોડા દિવસ પહેલા થઈ પુત્રની હત્યા, હવે પિતાએ ભર્યું આ ગંભીર પગલું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!