GSTV
Home » News » જન્માષ્ટમીના પવિત્ર દિવસે માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 21 વ્યક્તિઓ ડૂબ્યા

જન્માષ્ટમીના પવિત્ર દિવસે માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 21 વ્યક્તિઓ ડૂબ્યા

સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાત અત્યારે કૃષ્ણમય બની ગયું છે. તો બીજી તરફ રજાના દિવસો હોવાથી ઘણા લોકો પરિવાર સાથે કે મિત્રો સાથે બહાર ફરવાની મોજ માણી રહ્યા છે. કચ્છના માંડવી ખાતે પણ મોટી સંખ્યામા લોકો ન્હાવાનો આનંદ માણવા આવ્યા છે. પ્રવાસીના આગમનથી માંડવીના દરિયા કિનારે મેળા જેવા દ્રસ્યો સર્જાયા છે.

તો બીજી તરફ એક ગોજારી ઘટના બનતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કચ્છના માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 21 વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા. જો કે સદનશીબે સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા 20 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે એક યુવક દરિયામાં લાપતા છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઘટનાને પગલે લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.

READ ALSO

Related posts

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

Riyaz Parmar

એએમટીએસના ડ્રાઈવરોએ નવા કાયદાની કરી ઐસી તૈસી, જૂઓ આ વીડિયોમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!