GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભારતમાં કોરોના સંક્રમિતોનો આંક 21 લાખને પાર જશે, દર 13 દિવસે ડબલ થઇ રહ્યાં છે કેસ

Corona

ભારત પણ દુનિયાભરમાં કોરોના વાયરસના હોટસ્પોટમાંથી એક બની ગયું છે અને અહીં સંક્રમણના કેસ 1,38,500થી પણ વધી ગયાં છે. ભારતમાં સંક્રમણથી 4,024 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યાં છે અને ભારત હવે કેસોના મામલે ઇરાનને પાછળ છોડી ટૉપ-10 દેશોની લિસ્ટમાં સામેલ થઇ ગયું છે. જો કે હવે યુનિવર્સિટિ ઓફ મિશિગન અને જૉન હૉપકિંસ યુનિવર્સિટીએ કોરોના મૉડલ દ્વારા ચેતવણી આપી છે કે ભારતમાં જુલાઇના પ્રથમ અઠવાડિયા સુધીમાં 21 લાખ લોકો સંક્રમણનો ભોગ બની શકે છે.

યુનિવર્સિટી ઑફ મિશિગનમાં બાયોસ્ટેટિસ્ટિક્સ અને મહામારી રોગ વિશેષજ્ઞ પ્રોફેસર ભ્રમર મુખર્જીએ ભારત માટે તૈયાર કરવામાં આવેલા એક મોડેલ દ્વારા જાણકારી આપી છે કે અહીં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. પ્રોફેસર ભ્રમર મુખર્જીનું કહેવું છે કે ભારતમાં સંક્રમણના કેસોનો ગ્રોથ હજુ ઓછો નથી થયો, સરકારી આંકડાઓ અનુસાર જ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ દર 13 દિવસે ડબલ થઇ રહ્યા છે. તેવામાં સરકારની લોકડાઉનમાં છૂટછાટ આપવી ભારે પડી શકે છે.

ભ્રમર મુખર્જીએ કહ્યું હતું- મેમાં થઇ જશે 1 લાખ કેસ

તેની પહેલા પ્રોફેસર મુખર્જીની ટીમે જ એપ્રિલમાં સૌથી પહેલાં જણાવ્યું હતું કે મધ્ય મે સુધી ભારતમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર થઇ જશે. હવે મુખર્જીની ટીમનો અંદાજ છે કે ભારતમાં જુલાઇની શરૂઆત સુધી 6,30,000થી 21 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત થઇ શકે છે.

એક અહેવાલ અનુસાર, ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણમાં વૃદ્ધિ સાથે સંબંધિત આ અનુમાનો પર કોઇ પ્રતિક્રિયા નથી આપી. જણાવી દઇએ કે દેશભરમાં સંક્રમણના કુલ કેસનો પાંચમો હિસ્સો એકલા મુંબઇ શહેરમાં છે.

ભારતમાં કેવી છે સ્થિતિ

જૉન હૉપકિંસ યુનિવર્સિટી અને મુખર્જીની ટીમે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓ અને હોસ્પિટલોમાં બેડ તથા વેંટિલેટર્સની કમી પર પણ ચિંતા વ્યક્ત કરી છે. સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં આ સમયે આશરે 7,14,000 હોસ્પિટલ બેડ્સ છે જ્યારે વર્ષ 2009માં આ સંખ્યા આશરે 5,40,000 હતી. સંક્રમણના કેસોની સંખ્યા પ્રમાણે હાલ ટૉપ-10ની લિસ્ટમાં સૌથી ઉપર અમેરિકા છે, તે બાદ બ્રાઝીલ, રશિયા, બ્રિટન, સ્પેન, ઇટલી, ફ્રાન્સ, જર્મની અને તુર્કીના નામ છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!