GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

આસામમાં ભારે વરસાદ બાદ ભુસ્ખલન, 21ના મોત: ગુજરાત સહિત આ રાજ્યોમાં એલર્ટ

ભુસ્ખલન

વાવાઝોડાની આગાહી વચ્ચે આસામમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેને પગલે અનેક જગ્યાએ ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. અહેવાલો મુજબ આસામમાં વરસાદ અને ભુસ્ખલનની ઘટનાઓમાં ૨૧ લોકો માર્યા ગયા છે. સાથે જ અનેક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ વિસ્તારના રાજ્યોમાં હાલ વાવાઝોડાને લઇને એલર્ટ આપવામાં આવ્યંુ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

એનડીઆરએફની વિશેષ ૪૦ ટીમોને મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દિવ દમણમાં તૈનાત કરવામાં આવી છે. મુંબઇ, થાણે, પાલઘર, રાઇગડ, રત્નાગીરીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના સમુદ્રી કાંઠા વાળા જિલ્લાઓમાં પણ અસર થશે.

ભુસ્ખલનની વિવિધ ઘટનામાં 21ના મોત

હાલ કેટલાક રાજ્યોમાં જીવલેણ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં અનેક લોકોએ જીવ ગૂમાવ્યો હતો ત્યારે હવે આસામમાં પણ ભુસ્ખલનની વિવિધ ઘટનાઓમાં ૨૧ લોકો માર્યા ગયા છે અને સૌથી વધુ અસર હૈલાકાંડી, કરિમગંજ, કાચરમાં જોવા મળી હતી. જે લોકો માર્યા ગયા છે તેમના પરિવારને ચાર લાખ રૂપિયા આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

છત્તીસગઢમા વીજળી પડતાં 2ના મોત

બીજી તરફ અન્ય રાજ્યોમાં પણ વરસાદ અને વિજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. છત્તીસગઢમાં વિજળી પડવાની ઘટનામાં બે લોકો માર્યા ગયા હતા. આ ઘટના અહીં એક ખેતરમાં બની હતી જ્યાં મૃતકો શાકભાજી લઇ રહ્યા હતા જે દરમિયાન વિજળી ત્રાટકી હતી, જેમાં બે યુવકો માર્યા ગયા હતા જ્યારે તેમના પિતાને વિજળી પડવાથી ઇજાઓ પહોંચી છે. માર્યા ગયેલાના પરિવારને વળતર આપવાની સરકારે જાહેરાત કરી છે. કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. આ સ્થિતિ વચ્ચે હવે ભારે વરસાદ પણ પડવા લાગ્યો છે.

કેરળના ચાર જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યા ભારેથી અતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એનડીઆરએફના ડીજી એસ. એન. પ્રધાને કહ્યું હતું કે ગુજરાતમાં ૧૧ અને મહારાષ્ટ્રમાં ૧૦ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ગુજરાતની રજુઆતને ધ્યાનમાં રાખીને પંજાબથી વધુ પાંચ ટીમ મોકલવામાં આવી રહી છે. તેથી ગુજરાતમાં કુલ ૧૭ ટીમો હશે જેમાં એક ટીમમાં ૪૫ વ્યક્તિઓનો સમાવેશ કરાયો છે.

Read Also

Related posts

લીલાછમ શાકભાજી પણ બની શકે છે ગંભીર બીમારીઓનું કારણ, આ વાંચીને તમને વિશ્વાસ નહીં આવે

Arohi

ઘડપણમાં શાંતિથી જીવવું હોય તો કેન્દ્ર સરકારની આ પેન્શન સ્કીમ્સમાં કરો રોકાણ, મળશે ઢગલો ફાયદા

Arohi

આ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને છે Coronaનો સૌથી વધુ ખતરો, થાય છે આવી તકલીફો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!