GSTV
Home » News » 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર થયું, હવે નવરાત્રિ વેકેશનનું શું?

21 દિવસનું દિવાળી વેકેશન જાહેર થયું, હવે નવરાત્રિ વેકેશનનું શું?

રાજ્યમાં 10મીથી નવરાત્રિ વેકેશનનની શરૂઅાત થશે. સરકારે ખુલીને સ્પષ્ટતા કરી છે કે, ફરજિયાત નવરાત્રિ વેકેશન રાખવું પડશે પણ રાજ્યના બાહુબલી સંચાલકો સરકારના અાદેશોની અૈસીતૈસી કરી રહ્યાં છે. જેઅોના તર્ક સાચા હોવા છતાં તેઅોનો વિરોધ રાજ્યમાં સરકારની છબીને ખરાબ કરી રહી છે. રાજ્ય  સહિત રાજ્યભરની ખાનગી શાળાઓમાં નવરાત્રિ વેકેશન આપવાની જાહેરાત કરાઇ રહી છે. રાજ્ય સરકાર, શિક્ષણ તંત્ર એક પછી એક પરિપત્ર જાહેર કરીને ફરજિયાત નવરાત્રિ વેકેશનની ટકોર કરી રહ્યા છે.

ભૂપેન્દ્રસિંહે પણ ખુલાસો કરી દીધો છે કે, રાજ્યમાં નવરાત્રિ વેકેશન રહેશે. સીબીઅેસઈ સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન નહીં રહે પણ તેઅો 2થી 3 રજાઅો અાપી શકે તેવી સંભાવના છે. રાજ્યમાં નવરાત્રિ વેકેશન મામલે સૌથી મોટો  વિરોધ રાજકોટ અને સુરતમાંથી થઈ રહ્યો છે. રૂપાણીઅે નવરાત્રિ વેકેશન બાબતે અલગ  નિવેદન અાપતાં રાજકોટમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો.  હવે અા મામલે સુરતમાં વિવાદ ચાલી રહ્યો છે.

મીડિયામાં ચાલતા અહેવાલો અનુસાર હવે સુરતમાં કેટલીક ખાનગી શાળાઓએ દિવાળીમાં ૨૧ દિવસનું જ વેકેશન રાખવાની જાહેરાત કરી દેતા ઊહાપોહ મચી ગયો છે. રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગે આગામી ૧૦થી ૧૮ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશનનો આદેશ કર્યો છે. તે સામે સુરતમાં ૪૦૦ ખાનગી શાળાઓના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવીને નવરાત્રિમાં રાબેતા મુજબ જ શિક્ષણકાર્યની જાહેરાત કરી છે. જોકે, હવે નવરાત્રિના દિવસો નજીક આવતા આ વિવાદ ફરી વકરી રહ્યો છે.

સુરતમાં અા બાબતે વાલીઅો અને છાત્રો પણ મૂઝવણમાં મૂકાયા છે કે, નવરાત્રિ વેકેશન રહેશે કે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. સરકારે ખૂલાસો કર્યો હોવા છતાં સુરતમાં અા બાબતે ધમાચકડી મચી છે.

અા બાબતે શિક્ષણમંત્રી કે શિક્ષણાધિકારીઅે ખુલાસો કરવાની જરૂર છે. મીડિયાના અહેવાલો મુજબ શાળા સંચાલકો નવરાત્રિ વેકેશન અાપવાના મૂડમાં નથી. અા બાબતે પણ સુરતમાં સ્પષ્ટતા થવી જરૂરી છે. હાલમાં નવરાત્રિ વેકેશન બાબતે નરો વા કુંજરો વા જેવી સ્થિતિ છે. જેનો કોઈ ખુલાસો કરી રહ્યું નથી.

નવરાત્રિ વેકેશન નહીં આપવાના સંચાલકોએ આપેલા કારણો

  • સુરતમાં આખા રાજય અને દેશમાંથી લોકો આવીને વસ્યા છે. અને દિવાળી વેકેશનમાં તહેવારો કરીને જ પરત ફરતા હોય છે.
  • રાજયની 68 ટકા સ્કૂલો બપોરની પાળીમાં ચાલે છે. એટલે આરામથી દાંડીયા રાસ રમીને તે વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે.
  • વિદ્યાર્થીઓની નવરાત્રીના વેકેશન પછી પરીક્ષાઓ શરૂ થાય છે, તો વાંચશે કે ગરબા રમશે?
  • સરકારે સવારની પાળીમાં જેટલી પણ શાળાઓ ચાલે છે તેનો સમય નવરાત્રી પુરતો બદલી કાઢે તો નવરાત્રી રમ્યા પછી પણ બાળકો શાળાએ આવીને ભણી શકશે.

Related posts

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

Nilesh Jethva

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!