GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

2022 મહિન્દ્રા સ્કોર્પિયોમાં મળશે XUV700 એન્જિન! એકદમ નવા અંદાજમાં આ દિવસે થશે લોન્ચ

મહિન્દ્રા ભારતમાં ગ્રાહકોની મનપસંદ સ્કોર્પિયો SUVને ખૂબ જ ટૂંક સમયમાં સંપૂર્ણપણે નવી શૈલીમાં રજૂ કરવા જઈ રહી છે. કંપનીએ કારનો નવો ટીઝર વીડિયો પણ જાહેર કર્યો છે, જેના પર મહિન્દ્રા ગ્રુપના સીઈઓ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વિટ કર્યું છે. કંપનીએ 2022 મહિન્દ્રા સ્કોર્પિયો એટલે કે SUVની જાહેરાતનો ટીઝર વીડિયો એક સાય-ફાઇ મૂવીની જેમ બનાવ્યો છે, જેને જોયા પછી આનંદ મહિન્દ્રાએ લખ્યું, “શું થવાનું છે તે જાણવા માટે તમારે શેરલોક હોમ્સ બનવાની જરૂર નથી.”

મહિન્દ્રાએ ટ્વિટર પર શું કહ્યું?

વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, આ વખતે એક લાંબો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. પરંતુ શું થવાનું છે તે જાણવા માટે તમારે શેરલોક હોમ્સ બનવાની જરૂર નથી.” આ SUVના પહેલા ટીઝરમાં બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે. મહિન્દ્રા નવી સ્કોર્પિયોને એસયુવીની ‘બિગ ડેડી’ બતાવાય રહી છે અને કંપની જૂન 2022માં તમામ નવી સ્કોર્પિયો લોન્ચ કરી શકે છે, જે આ SUVની 20મી વર્ષગાંઠ હશે. લેટેસ્ટ સ્પાય ફોટોઝમાં SUVની કેબિનની તમામ વિગતો સામે આવી છે.

કેબિનમાં છે ઘણા બધા ફિચર્સ

નવી જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયોના કેબિનની સાફ-સાફ ફોટો નવા સ્પાય વીડિયોમાં સામે આવ્યા છે. નવી 2022 SUVની કેબિનમાં, કંપનીએ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ડ્યુઅલ ટોન બ્લેક અને બ્રાઉન ઈન્ટિરિયર થીમ, મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, સેન્ટર કન્સોલ પર હોરિઝોન્ટલ એસી વેન્ટ્સ, સેકન્ડ રો માટે એસી વેન્ટ્સની સાથે ફેન સ્પીડ કંટ્રોલ, નવા થ્રી-સ્પોક ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, ફ્રન્ટ ડોર સ્પીકર્સ, નવા ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રુઝ કંટ્રોલ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન અને આવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

નવી સ્કોર્પિયો સુરક્ષામાં છે લાજવાબ

2022 મહિન્દ્રા સ્કોર્પિયોને મળવાવાળા અન્ય ફિચર્સમાં સૌથી મહત્વપૂર્ણ ડ્રાઇવર અસિસ્ટેંસ સિસ્ટમ હોઈ શકે છે જેમકે તાજેતરમાં લોન્ચ મહિન્દ્રા XUV700માં આપવામાં આવી છે. કારના ટોપ મોડલમાં પણ આ ફીચર મળવાની આશા છે. અહીં ગ્રાહકો 10-સ્પીકર ઓડિયો સિસ્ટમ, 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એલઇડી લાઇટ ઓલ ઓવર, 6 એરબેગ્સ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવી હાઇ-ટેક સુવિધાઓ પણ મેળવી શકે છે. કંપની આ કાર સાથે 360-ડિગ્રી કેમેરા પણ આપવા જઈ રહી છે, જે નવી સ્કોર્પિયોને સુરક્ષાની દ્રષ્ટિએ એક શાનદાર SUV બનાવશે.

2-લિટર પેટ્રોલ અને 2.2-લિટર ટર્બો-ડીઝલ એન્જિન

મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે આગામી નવી જનરેશનની સ્કોર્પિયોની સાથે થોડા સમય પહેલા ભારતમાં લોન્ચ થયેલ મહિન્દ્રા XUV700વાળા એન્જીન આપવામાં આવશે. આ સિવાય એ પણ સામે આવ્યું છે કે નવી SUV સાથે ઉપલબ્ધ એન્જિનનો પાવર ફિગર પણ XUV700 જેવો જ હશે. 2022 સ્કોર્પિયોને 2-લિટર પેટ્રોલ અને 2.2-લિટર ટર્બો-ડીઝલ એન્જિન વિકલ્પો મળશે જેમાં પેટ્રોલ એન્જિન 200PS જનરેટ કરે છે અને ડીઝલ એન્જિન 185PS પાવર જનરેટ કરે છે. XUV700 સાથે જોડાયેલા એન્જિનો SUVને 200 km/hની ટોચની ઝડપ આપે છે. નવી સ્કોર્પિયોના એન્જિન વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળવાની અપેક્ષા છે.

READ ALSO:

Related posts

રાઉન્ડ પિઝા માત્ર ચોરસ બોક્સમાં જ કેમ મળે છે? હાર્ડકોર ફાસ્ટ ફૂડ પ્રેમીઓ પાસે પણ નહીં હોય જવાબ!

Binas Saiyed

સરકારી નોકરી / ગુજરાત મેટ્રો રેલના અનેક પદો પર ભરતી, અરજી કરવા માટે બચ્યા માત્ર આટલા દિવસ

Karan

એકને જોઈને બીજાને કેમ આવે છે બગાસું? જાણો શું છે તેના પાછળનું વિજ્ઞાન

Hemal Vegda
GSTV