GSTV

વર્ષ 2021નું મોસ્ટ રોમેન્ટિક સોન્ગ જલસોનું ‘વહેતી રાત’ રિલીઝ, ગુજરાતી સંગીતના દિવાનાઓને પ્રેમથી કરશે તરબતર

Last Updated on August 6, 2021 by pratik shah

ગુજરાતી મ્યુઝિક વર્લ્ડમાં ધૂમ મચાવનાર મ્યુઝિકલ એપ જલસોમાં વર્ષ 2021નું મોસ્ટ રોમેન્ટિક સોંગ વહેતી રાત લોન્ચ કરાયું છે. ગુજરાતી સંગીતના દિવાનાઓને પ્રેમમાં તરબતર કરવા માટે, તેમના રોમાન્સને વધારે અભિવ્યક્ત કરવા માટેનું બેસ્ટ ઑપ્શન, એટલે જલસોનું ‘વહેતી રાત’. ગુજરાતી સંગીતના ખૂબ જ જાણીતા ગાયક ભૂમિક શાહ દ્વારા ‘વહેતી રાત’ને અવાજ આપવામાં આવ્યું છે. આ ગીત લખ્યું છે નૈષદ્ય પુરાણીએ. સંગીત આપ્યું છે, પિનાક ત્રિવેદીએ.

ગુજરાતી સંગીતના દિવાનાઓને પ્રેમમાં થશે તરબતર

યુથ આઇકોન બની શકે તેવા આ ગીતનું ફિલ્માંકન પણ કરવામાં આવ્યું

યુથ આઇકોન બની શકે તેવા આ ગીતનું ફિલ્માંકન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતી સિને જગતના ખૂબ જાણીતા અને દિગ્ગજ દિગ્દર્શક સંદિપ પટેલ દ્વારા આ વીડિયો સૉન્ગને ડિરેક્ટ કરવામાં આવ્યું છે.આ રોમેન્ટીક સોંગ આજે રાત્રે 11.30 વાગ્યે સમન્વય કાર્યક્રમમાં જીએસટીવી પર એક્સક્લુઝીવ્લી સાંભળવા મળશે.

સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક ઍપ

જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક ઍપ છે. આ ઍપ પર 1940થી લઇને આજ સુધીના તમામ ફિલ્મી ગીતો, સુગમ સંગીત અને ફૉક મ્યુઝિક, ગઝલોની સાથે મળીને લગભગ 50,000થી વધારે ગીતોનું અદ્ભૂત કલેક્શન છે. આ ખૂબીની સાથે સાથે જલસો પોતાના અવનવા ઑરિજિનલ કૉન્ટેન્ટ માટે પણ લોકમાનિતી બનેલી પહેલી ગુજરાતી મ્યુઝિક ઍપ્લિકેશન છે. લગભગ 2.5 લાખથી વધુ ડાઉનલૉડ્ઝ ધરાવતી આ ઍપ્લિકેશન વિશ્વભરના ગુજરાતીઓને પોતાના મૂળથી જોડાયેલા રાખે છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!