GSTV
Gandhinagar ગુજરાત

2021માં ગાંધીનગરમાં રોજના સરેરાશ 10 નગરજનોનાં મૃત્યુ! એક જ વર્ષનાં કુલ મોતનો આંકડો જાણીને હલબલી ઉઠશો

કોરોના

કોરોનાની બીજી લહેર વર્ષ 2021નાં માર્ચ માસના અંત ભાગથી શરૃ થઇ હતી. આ બીજી લહેર આક્રમક અને પ્રાણઘાતક હોવાને કારણે હોસ્પિટલમાં જ નહીં પરંતુ અંતિમધામમાં પણ મૃતદેહની લાઇનોના કરૃણ દ્રશ્યો ગત એપ્રિલ અને મે માસ દરમિયાન જોવા મળ્યા હતા.ત્યારે કોરોનાની બીજી લેહર દરમિયાન એટલે કે, વર્ષ ૨૦૨૧ દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યું નોંધાયા છે. આ એક જ વર્ષમાં કુલ ૩,૭૫૬ નગરજનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેને દિવસ પ્રમાણે જોવા જઇએ તો, ગાંધીનગરમાં દરરોજના સરેરાશ દસ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમ કહી શકાય.

corona

કોરોના વાયરસની બીજી લહેર ગાંધીનગર સહિત સમગ્ર ભારતમાં માર્ચ માસના અંતિમચરણમાં આવી હતી. ડેલ્ટા વેરિએન્ટને કારણે આ બીજી લહેરમાં કોરોનાનો વાયરસ વધુ આક્રમક હોવાની સાથે સાથે વધુ પ્રાણઘાતક પણ સાબિત થયો હતો. એક બાજુ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે બેડ અને ઓક્સિજન મળતા ન હતા તો બીજીબાજુ મૃતકોની સંખ્યા પણ એપ્રિલ અને મે માસમાં દિવસે ને દિવસે વધતી જતી હતી. તે વખતે તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં જ નહીં પરંતુ શહેરના સે-૩૦ સ્થિત અંતિમધામ તથા સરગાસણના રૃદ્રભુમિ સ્મશાનમાં પણ મૃતકોની લાઇનો જોવા મળતી હતી. રાત-દિવસ ભઠ્ઠી ચાલુ રાખવા છતા પણ મૃતદેહોની લાઇનો ઓછી થકી ન હતી તેવા કરૃણ દ્રશ્યો પણ અહીં સર્જાયા હતા. અંતિમધામની ભઠ્ઠી ઓગળી ગઇ હતી તો સ્મશાનમાં લાકડાં પણ ખુટી પડયા હતા તેટલા મૃત્યું આ કોરોનાની બીજી લહેર દરમિયાન નોંધાયા હતાં. જો કે, સરકાર હજુ પણ મૃતકોનો સાચો આંકડો આપતી નથી પરંતુ ગાંધીનગર શહેરી વિસ્તારમાં કુલ મૃત્યુંમાં થયેલા ધરખમ વધારાને ધ્યાનમાં રાખીને કોરોના મૃતકોની સંખ્યાનો અંદાજો લગાવી શકાય છે.

આ અંગે ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૃણ બુચે જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન કુલ ૩,૭૫૬ વ્યક્તિઓના મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે જેમાં ૨,૧૮૯ પુરૃષ મૃતકો છે જ્યારે ૧,૫૬૭ સ્ત્રી મૃતકો હોવાનું સામે આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં જે ત્રણ મહિના કોરોનાની પ્રાણઘાતક કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. તે દરમિયાન કુલ બે હજારથી વધુ નગરજનોએ જીવ ગુમાવ્યો છે. માર્ચ ૨૦૨૧માં ૫૮૫ જ્યારે મે માસમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧,૦૫૯ નગરજનોના જીવનદિપ બુઝાયા છે. તો જૂનમાં ૪૧૦  વ્યક્તિઓના મૃત્યું થયું હોવાનું મહામંડળે જણાવ્યું છે. સામાન્ય રીતે ગાંધીનગર શહેરમાં દર વર્ષે ૧૨૦૦થી ૧૪૦૦ જેટલાં વ્યક્તિઓના મોત થતા હતા જ્યારે કોરોનાની બીજી લહેરમાં આ આંકડો બેવડાથી પણ વધારો થઇ ગયો છે. જેનાથી ગાંધીનગરમાં દરરોજ સરેરાશ દસથી પણ વધુ વ્યક્તિઓના મૃત્યું થયા હોવાનું સામે આવી રહ્યું છે.

કોરોના

કોરોનાને કારણે એક જ વર્ષમાં મૃત્યુનો આંકડો ત્રણ ગણો વધ્યો

સામાન્ય સંજોગોમાં ગાંધીનગર શહેરી વિસ્તારમાં એક વર્ષ દરમિયાન ૧૨૦૦થી ૧૪૦૦ વ્યક્તિઓના મૃત્યું નોંધાય છે. વિવિધ બિમારી, અકસ્માત,આપઘાત, હત્યા સહિતના વિવિધ કારણોસર ગાંધીનગરમાં મૃત્યુંના બનાવો વધતા જ જાય છે ત્યારે કોવિડની બીજી લહેર દરમિયાન ગાંધીનગર સહિત સમગ્ર દેશ અને દુનિયામાં મૃત્યુંના કિસ્સાઓ વધ્યા છે. વૃધ્ધો જ નહીં પંરતુ યુવાનો પણ કોરોનાના શિકાર બન્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૧ના એક વર્ષ દરમિયાન કે જ્યારે કોરોનાની પ્રાણઘાતક બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો ત્યારે પાટનગરમાં કુલ ૩,૭૫૪ વ્યક્તિઓના મૃત્યું થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય સંજોગો કરતા કોરોનાની બીજી લહેર દરમિયાન ગાંધીનગર શહેરી વિસ્તારમાં મૃત્યું ત્રણગણા વધી ગયા હતા. સામાન્ય સંજોગોમાં પાટનગરમાં દરરોજના સરેરાશ ત્રણ વ્યક્તિઓના મૃત્યું થતા હતા જ્યારે કોરોનાની બીજી લહેરને કારણે વર્ષ ૨૦૨૧ દરમિયાન પાટનગરમાં સરેરાશ મૃત્યું દરોરોજના દસથી પણ વધુ થતા હતા.ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનમાં આસપાસના ૧૮ ગામો ભળવાને કારણે પણ પાટનગરમાં મૃત્યુંનો આંકડો વધ્યો હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે.

 સ્ત્રી સામે પુરૃષ મૃત્યુદર વધુની પરંપરા યથાવત

ગાંધીનગર શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન કોરોનાને કારણે સામાન્ય સંજોગો કરતા મૃત્યુદર ત્રણગણો વધી ગયો છે. ત્યારે આ અંગે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા આપવામાં આવતા આંકડાઓ ઉપર નજર કરીએ તો, પાટનગરમાં વર્ષ ૨૦૨૧ના એક વર્ષ દરમિયાન કુલ ૩,૭૫૬ નગરજનો વિવિધ કારણોસર મોતને ભેટયાં છે. જેમાં ૨,૧૮૯ પુરૃષ મૃતકો જ્યારે ૧,૫૬૭ સ્ત્રી મૃતકોનો સમાવેશ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પુરુષ મૃતકો કરતા સ્ત્રી મૃતકોનો આંકડો ઓછો છે. વર્ષ ૨૦૨૧ દરમિાયન સ્ત્રી મૃતકો કરતા પુરુષ મૃતકોનો આંકડો ૬૨૨ જેટલો વધારો થયો છે. એટલે ગાંધીનગરમાં સ્ત્રી મૃતકોની સામે પુરુષ મૃતકોની સંખ્યા વધુ હોવાની પરંપરા યથાવત્ રહી છે.

READ ALSO :

Related posts

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan
GSTV