GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ઓલમ્પિકની લાંબી રેસના સમયમાં ફેરફાર, હવે તમામ લાંબી દોડ આ સમય યોજાશે

જાપાનના ટોકિયો શહેરમાં આવતા વર્ષે ૨૪ જુલાઈથી લઈને ૯મી ઓગસ્ટ દરમિયાન ઓલિમ્પિક યોજાવાની છે, જોકે તે પહેલા આયોજકો વધતી ગરમીને કારણે પરેશાન છે. આયોજકોએ ખેલાડીઓને ગરમીથી બચાવવા માટે લાંબા અંતરની દોડની રેસ વહેલી પરોઢે શરૃ કરવાનું નક્કી કર્યું છે.

લાંબા અંતરની રેસ જેવી કે મેરેથોન તેમજ ૨૦ કિલોમીટરની વોકરેસમાં ખેલાડીઓની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી થતી હોય છે,તેમાં ય જો ગરમ વાતાવરણ હોય તો ઘણા ખેલાડીઓ બેભાન થઈ જતાં હોય છે. ટોકિયોમાં ગત વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો,જેના કારણે તેમણે આવતા વર્ષના ઓલિમ્પિકની રેસના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ટોકિયો ઓલિમ્પિકમાં મેન્સની મેરેથોન ઈવેન્ટનો પ્રારંભ વહેલી પરોઢે ૬.૦૦ વાગ્યાથી થશે. જ્યારે ૨૦ કિલોમીટર વોકરેસ વહેલી પરોઢે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. સામાન્ય રીતે ઓલિમ્પિકમાં આ ઈવેન્ટસનો પ્રારંભ સવારે ૭ કે ૮ વાગ્યાથી થતો હોય છે.

READ ALSO

Related posts

સુરત: હીરા ઉઘોગ માટે ખાસ ગાઈડ લાઈન કરી જાહેર, ખાસ તકેદારીનાં પગલા સાથે વેપાર ધંધા થશે શરૂ

pratik shah

સોનાક્ષી સિંહાએ બૉડીશેમ પર નારાજગી વ્યક્ત કરી, ટ્રોલ્સે કહ્યું – તમારાથી કોઈ ફરક નથી પડતો

Mansi Patel

ભીગે હોઠ તેરે’ ગીત ગાતા પહેલા જ ગાયક ડરી ગયો, આ હતું સૌથી મોટું કારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!