GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

એક જ ચાર્જિગમાં 300 કિલોમીટર દોડશે આ Electric SUV, આ કંપનીએ કરી આ તૈયારી

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા સતત વધી રહી છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાની અગ્રણી કાર ઉત્પાદક Hyundaએ Konaને દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી તરીકે બજારમાં રજૂ કરી હતી. હવે દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક Tata Motors તેની લોકપ્રિય એસયુવી Nexonનું ઇલેક્ટ્રિક સંસ્કરણ રજૂ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ નવી ઇલેક્ટ્રિક એસયુવી (Electric SUV)માં, કંપનીએ તેની અદ્યતન Ziptron ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જે સારા પ્રદર્શન અને આરામદાયક સફરનો અહેસાસ કરાવે છે.

એક જ ચાર્જમાં કરી શકાશે 300 કિમીની મુસાફરી

મળતી માહિતી મુજબ આ એસયુવીમાં એક જ ચાર્જમાં 300 કિમી સુધીની મુસાફરી કરી શકાશે. તાજેતરમાં આ કારનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ટાટા નેક્સન ફેસલિફ્ટનું મોડેલ તાજેતરમાં લદ્દાખમાં તેના ટેસ્ટ રાઉન્ડ દરમિયાન કેમેરામાં ઝડપાયું હતું. આ એસયુવીની બીજી ખાસિયત એ છે કે તેમાં લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Nexon EVને ચાર્જ કરવા લાંબા સમયની રાહ જોવી પડશે નહીં. કેમ કે આ એસયુવી માત્ર 60 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

8 વર્ષની વોરન્ટિ વાળી બેટરી

આ SUVની બેટરીનું ટેસ્ટીંગ 10 લાખ કિલોમીટર માટે કરાયું છે અને કંપની આ બેટરી માટે 8 વર્ષની વોરંટિ પણ આપશે. આ કારમાં lithium-ion બેટરીનો ઉપયોગ કરાયો છે. તમે ઘરે ઉપયોગમાં લેવામાં આવતી 15 એમ્પીયર સોકેટથી આ કારની બેટરી સરળતાથી ચાર્જ કરી શકશો. તાજેતરમાં બજારમાં રજૂ કરાયેલ MG Hector અને Kia Seltos જેવી એસયુવીમાં જે ઈન્ટરનેટ કનેક્ટિવીટીની સુવિધા છે તેવી સુવિધા આ SUVમાં પણ અપાઈ છે.

આટલી હશે કિંંમત

જો કે, લોન્ચ કરતા પહેલા આ SUVની કિંમત વિશે કંઇ કહેવું મુશ્કેલ છે, જોકે જાણકારોનું કહેવું છે કે, કંપની આ SUVને 15થી 17 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે. આ SUVમાં તમામ પ્રકારના સ્ટાન્ડર્ડ સેફ્ટી ફિચર્સ પણ સામેલ છે, જેમ કે, સ્પીડ એલર્ટ સિસ્ટમ, રીઅર પાર્કિંગ સિઝેર, ડ્યુઅલ એરબેગ્સ વગેરે..

Read Also

Related posts

ગુજરાતના આ સાંસદને દિલ્હીમાં જોઈએ આલિશાન બંગલો, સૌરાષ્ટ્રના મંત્રી દ્વારા શરૂ કર્યું લોબિંગ

Karan

રમતના મેદાનને લઈને સરકારે જાહેર કરેલો પરિપત્ર માત્ર કાગળ પર, રાજ્યની સાડા પાંચ હજારથી વધુ શાળાઓમાં મેદાન જ નથી

Nilesh Jethva

High BP ના દર્દી આ બે વસ્તુને પોતાની ડાયટમાં કરો સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!