GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

શાનદાર ફિચર્સની સાથે નવું સ્કૂટર Honda Activa 6G થયું લોન્ચ, આપશે 10 ટકા વધારે માઈલેજ

જાપાનની ટુ વ્હીલર બનાવતી કંપની Hondaએ આખરે ભારતીય બજારમાં પોતાનું નવું  સ્કૂટર Honda Activa 6G લોન્ચ કરી દીધુ છે. આ નવા જનરેશન એક્ટિવામાં કંપનીએ ઘણા મોટા બદલાવ કર્યા છે. જોકે, તેના 5જી મોડલને સારુ બનાવે છે. કંપનીએ આ સ્કૂટરની શરૂઆતની કિંમત 63,912 રૂપિયા નક્કી કરી છે. જેકે, પાછલા મોડલની સરખામણીએ 8000 રૂપિયા વધારે છે.

નવા Honda Activa 6Gને કંપનીએ બે અલગ-અલગ વેરિયન્ટમાં રજૂ કર્યુ છે. જેમાં સ્ટાન્ડર્ડ અને ડિલક્સ મોડલનો સમાવેશ થાય છે. તેના સિવાય આ સ્કૂટર 6 રંગોમાં બજારમાં ઉપલબ્ધ હશે. ગયા વર્ષે કંપનીએ બજારમાં પોતાના બે નવા પ્રોડક્ટને BS6 એન્જીનની સાથે રજૂ કર્યા હતા. જેમાં Activa 125 સ્કૂટર અને SP 125 મોટરસાઈકલ સામે હતા.

આકાર

કંપનીએ આ સ્કૂટરનાં આકારમાં પણ બદલાવ કર્યો છે. તેની લંબાઈ 1833 mm, પહોળાઈ 697mm, ઉંચાઈ 1156 mm અને તેમાં 1260mmના વ્હીલબેસ આપવામાં આવ્યા છે. તેના સિવાય તેમાં ગ્રાઉન્ડ ક્લીયરન્સમાં પણ કંપનીએ વધારો કર્યો છે. તેમાં કંપનીએ 170 mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ આપ્યુ છે જેકે પોતાના સેગ્મેન્ટમાં સૌથી સારું છે. આ સ્કૂટરની સીટની લંબાઈ 692 mm છે. અને તેમાં કંપનીએ 5.3 લીટરની ફ્યૂઅલ ટેંક આપ્યુ છે. તો તેનું કુલ વજન 107 કિલોગ્રામ છે.

એન્જીન

કંપનીએ નવા Activa 6Gમાં 109.51ccની ક્ષમતાનાં 2 સ્ટ્રોક SI એન્જીનનો પ્રયોગ કર્યો છે. જેકે, 5.73kWના પાવર અને 8.79 Nmનું ટોર્ક જનરેટ કરે છે. તેમાં ફ્યૂઅલ ઈંજેક્શન સિસ્ટમને પણ સામેલ કરવામાં આવ્યુ છે. જોકે,સ્કૂટરનાં ડ્રાઈવિંગ એક્સપેરિએન્સની સાથે જ માઈલેજને પણ સારું બનાવે છે. કંપનીનો દાવો છેકે, આ સ્કૂટર પાછલાં મોડલની સરખામણીએ લગભગ 10 ગણું વધારે માઈલેજ આપશે.

આ સ્કૂટરમાં આગળના હિસ્સામાં ટેલેસ્કોપિક ફોર્ક સસ્પેંશનને સામેલ કરવામાં આવ્યુ છે. તેના સિવાય તેમાં બે પૈડા ટ્યૂબલેસ આપવામાં આવ્યા છે. સારા સસ્પેંશ અને ટાયરની સાથે જ તેમાં 130mmનાં ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે. આ સ્કૂટરની ખાસ વાત એ છેકે, તેમાં પણ કંપનીએ સાઈલેન્ટ સ્ટાર્ટ ટેક્નોલોજીનો પ્રયોગ કર્યો છે, જે એન્જીન સ્ટાર્ટ થતાં જ બિલકુલ અવાજ કરતું નથી.

ફીચર્સ

કંપનીએ Activa 6Gમાં ઘણા સારા ફીચર્સ સામેલ કર્યા છે. તેમાં LED હેડલેમ્પ લગાવવામાં આવ્યુ છે જે રાતનાં સમયે ડ્રાઈવિંગ દરમ્યાન તમને પર્યાપ્ત રોશની આપે છે. તેના સિવાય તેમાં 12 ઈંચનું ફ્રંટ વ્હીલ, ટેલેસ્કોપિક સસ્પેંશન, એન્જીન સ્ટાર્ટ સ્ટોપ સ્વીચ, મલ્ટી ફંક્શન સ્વીચ. 3 સ્ટેપ રિયર એડજસ્ટેબલ સસ્પેંશન અને એક્સટર્નલ ફ્યૂઅલ ફિલ જેનાં ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ ઉપર કરી સહી

Mansi Patel

જીપીએસસીના વિવાદાસ્પદ પરિપત્રને લઇને હાઇકોર્ટ બુધવારે આપી શકે છે ચુકાદો, 93 ટકા પોસ્ટની ભરતી છે અટકેલી

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા શહેરના આ એકમોને સીલ કરવામાં આવતા ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!