GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

બુઆ અને બબુઆની જોડીમાં આ છે મતભેદો, ગઠબંધન રોકવા માટે મોદીએ આ ખેલવો પડશે દાવ

માયાવતી અને અખિલેશ યાદવ ભાજપના વિરોધી ભલે રહ્યા. પરંતુ તેમની વોટબેંક અને સત્તા કોગ્રેસના વિરોધથી મળી હતી. ગત લોકસભાની ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીએ તૃણમુલ કોંગ્રેસ સાથે રહીને પ્રચાર કર્યો હતો. તો બહુજન સમાજ પાર્ટીએ ડાબેરીઓ સાથે રહીને પ્રચાર કર્યો હતો. પરિણામ એ આવ્યું હતું કે જે યુપીની લોકસભામાં બંનેનો સફાયો થયો. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનુ ગઠબંધન મહત્ત્વનુ સાબિત થશે. કારણ કે તે જે મોરચામાં જોડાવાનું પસંદ કરશે એનું વજન આપોઆપ વધી જશે. આથી કેસીઆર સપા- બસપા પર નજર માંડીને બેઠા છે.

જોકે ત્રીજો મોરચો રચવાના ખ્વાબ સેવતા ચંદ્રશેખર રાવે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે મોદી સરકાર પ્રત્યે તેમનો નીતિગત વિરોધ શો છે. એ સંજોગોમાં ત્રીજા મોરચાના વલણ અંગે પણ અસ્પષ્ટતા બનેલી છે.
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ તમામ રાજકીય પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ સૌકોઈની નજર ઉત્તર પ્રદેશના એ બે ધુર વિરોધીઓ માનવામાં આવતા સપા અને બસપા પર છે જે એકસાથે મળીને ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે આ કામ એટલું સરળ પણ નથી. કારણ કે ભાવતાલ કરવામાં માયાવતી એકદમ પાક્કા છે. એક તરફ લોકસભામાં બસપાના એક પણ સાંસદ નથી તો સામે સમાજવાદી પાર્ટીના કુલ 7 સાંસદ છે.

ત્રીજા મોરચાના નેતા તરીકે ચંદ્રશેખર રાવને સ્વીકારે કે કેમ એ મોટો સવાલ

મમતા બેનરજી પણ રાહુલ ગાંધીના નેતૃત્ત્વ હેઠળ આવવા તૈયાર નથી એવું તેઓ અગાઉ દર્શાવી ચૂક્યાં છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે ત્રીજો મોરચો રચાય તો એની આગેવાની કોણ કરે? અગાઉ મમતા બેનરજી પણ આવા ફેડરલ ફ્રન્ટના નેતા પ્રસ્થાપિત થવા મથી ચૂક્યાં છે. એ સંજોગોમાં તેઓ ત્રીજા મોરચાના નેતા તરીકે ચંદ્રશેખર રાવને સ્વીકારે કે કેમ એ મોટો સવાલ છે. મમતાને પણ બિન-કોંગ્રેસી અને ભાજપી મોરચના નેતા બની પીએમ કેન્ડિડેટ બનવુ છે. તો માયાવતીને પણ બિનભાજપી અને બિનકોંગ્રેસી મોરચામાં પોતાનામાં પીએમના ઉમેદવાર દેખાય છે.

ત્રીજા મોરચાના નામે મિશન ર૦૧૯નું રાજકારણ

ટૂંકમાં ભાજપવિરોધી અને કોંગ્રેસને બાકાત રાખતો મોરચામાં જેટલા પક્ષ એટલા વડાપ્રધાન પદના ઉમેદવાર એવો માહોલ સર્જાય એમ છે. હાલ તો કોંગ્રેસના ભાજપવિરોધી અભિયાનમાં તમામ વિપક્ષી દળો સાથ આપી રહ્યાં હોય એવું બહારથી તો જણાય છે પરંતુ અંદરખાને તમામ પક્ષો પોતપોતાની શતરંજ બિછાવવામાં લાગેલા છે. ખરું જોતાં તો આ તમામ કવાયત રાહુલ ગાંધીને ભ્રમિત કરવાની અને કોંગ્રેસની આગેવાની હેઠળના મહાગઠબંધન આડે રોડાં નાખવાની જ જણાઇ રહી છે. આવામાં મહાગઠબંધન કે ત્રીજા મોરચના નામે મિશન ર૦૧૯નું રાજકારણ કઇ દિશામાં કરવટ બદલે છે તે જોવુ રસપ્રદ બનશે.

મહત્વપૂર્ણ મુસ્લિમ બહુમતિ ધરાવતી બેઠકો

રામપુર, મુરાદાબાદ, સહારનપુર, બિજનૌર અની અરોહા એવી લોકસભા બેઠકો છે જ્યાં મુસ્લીમ વસ્તી 35 થી 50 ટકાની વચ્ચે છે. જ્યારે મેરઠ, કૈરાના, બરેલી, મુઝફ્ફરનગર, સંભલ, ડુમરિયાગંજ, બહરાઈચ, કૈસરગંજમ, લખનૌ, શાહજહાંપુર અને બારાબંકીમાં મુસ્લીમ વસ્તીએ 20 ટકાથી વધારે છે અને 35 ટકાથી ઓછી. છેલ્લા થોડા સમયથી બસપએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પોતાનો અલ્પસંખ્યક આધાર વધાર્યો છે. આમ આ બેઠકો પર કેસ ફસાઈ શકે છે.

માયાએ 100 મુસલમાનોને આપી હતી વિધાનસભાની ટિકીટ

યાદવ-મુસ્લીમ સમીકરણને પોતાનો આધાર માનીને ચાલનારી સમાજવાદી પાર્ટી પોતાનો અલ્પસંખ્યક આધાર ખોવા નથી માંગતી. તો બહુજન સમાજ પાર્ટી સતત અલ્પસંખ્યકોને પોતાના પક્ષમાં કરવાને લઈને પ્રયાસરત છે. આ હેતુ સાધવા માટે જ માયાવતીએ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 100 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી હતી. જ્યારે એસપીએ કોંગ્રેસ સાથે મળીને ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. આમ એસપી અને બીએસપીએ ઉમેદવારોમાં મતોના ધ્રુવિકરણનો લાભ ભાજપને થયો હતો.

Related posts

રાશિદ ખાને આપ્યુ મોટું નિવેદન, કહ્યુ-અફઘાનિસ્તાન વર્લ્ડકપ જીત્યા બાદ કરશે લગ્ન

Mansi Patel

કસૌટી ફેમ અભિનેતા પાર્થ સમથાન કોરોના પોઝિટિવ, 3 દિવસ માટે શૂટિંગ બંધ

Ankita Trada

પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ કમિશનર કચેરીએ પહોંચતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!