GSTV
Home » News » 2019 લોકસભાઃ જાણો આચાર સહિંતાનો ભંગ કરવાની સજા અને કેવી રીતે કરશો ફરિયાદ

2019 લોકસભાઃ જાણો આચાર સહિંતાનો ભંગ કરવાની સજા અને કેવી રીતે કરશો ફરિયાદ

Code of Conduct violation

મુખ્ય ચૂંટણી કમિશન સુનિલ અરોરાએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે સુક્ષા મુદ્દે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે તબક્કાવાર સાથે બેઠક યોજી. આ ઉપરાંત મુખ્ય સચિવ અને ગૃહ સચિવ સાથે પણ બેઠકો યોજી. તેમજ અમે રાજકીય પક્ષોને પણ મળ્યા. અને તેમની સાથે પણ ચર્ચા કરી હતી. ચૂંટણી પહેલા સ્થિતિની સમિક્ષા માટે જુદા જુદા રાજ્યોની મુલાકાત લીધી. CBSE અને અન્ય બોર્ડની પરીક્ષાઓ તેમજ તહેવારોને પણ ધ્યાને લેવામાં આવ્યા. ગુજરાતમાં 23 એપ્રિલે એક તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે

 • પહેલી અધિસૂચના 18/03/19ના દિવસે થશે
 • 7 તબક્કામાં મતદાન યોજવામાં આવશે
 • ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 25/3/2019
 • 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે

ચૂંટણી પંચે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે ચૂંટણીમાં 90 કરોડ લોકો મતદાન કરશે. જેમાંથી 1.60 કરોડ મતદાર નોકરીયાત છે. છેલ્લા પાંચ વર્ષમાં 8 કરોડ 40 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 18થી 19 વર્ષના મતદારોની સંખ્યા દોઢ કરોડ છે. ચૂંટણી પંચે ચૂંટણી તારીખની માહિતી માટે એક ટોલ ફ્રી નંબર પણ બહાર પાડ્યો છે. મતદારો હવે 1950 ટોલ ફ્રી નંબર દ્વારા ચૂંટણી તારીખોની માહિતી મેળવી શકશે.

 • 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાશે
 • 18 એપ્રિલે બીજા ચરણનું મતદાન
 • 23 એપ્રિલે ત્રીજા ચરણનું મતદાન
 • 29 એપ્રિલે ચોથા ચરણનું મતદાન
 • 6 મેના રોજ પાંચમાં ચરણનું મતદાન
 • 12 મેના રોજ છઠ્ઠા ચરણનું મતદાન
 • 19 મેના રોજ સાતમાં ચરણનું મતદાન

ચૂંટણી પંચે જણાવ્યું કે 3 જૂને લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. બધા સ્થળોએ વીવીપેટનો ઇવીએમ સાથે ઉપયોગ કરવામાં આવશે. 2014ની લોકસભા ચૂંટણીમાં 9 લાખ પોલીંગ બૂથ હતા. જ્યારે કે આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં 10 લાખ પોલિંગ બૂથ હશે. મતદાનના 48 કલાક પહેલા લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. મતદારોને તેમની મતદાન સ્લિપ મતદાન તારીખના પાંચ દિવસ પહેલા મળશે.

 • લોકસભા ચૂંટણી માટે 1950 નંબરની હેલ્પ લાઈન નંબર
 • ચૂંટણીમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ પોતાના અપરાધનો રેકોર્ડ આપવો પડશે
 • આજથી આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે
 • મતદાનના 48 કલાક પહેલા લાઉડ સ્પિકર બંધ કરી દેવાશે
 • ચૂંટણી પ્રક્રિયાનું વીડિયોગ્રાફી કરવામાં આવશે
 • પોલિંગ અધિકારીઓની કારમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે
 • EC દ્વારા ફરિયાદ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
 • આચાર સહિંતા તોડવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે
 • પ્રત્યેક પોલિંગ બૂથ પર VVPATનો ઉપયોગ કરાશે
 • 10 લાખ મતદાન કેન્દ્ર અને 90 કરોડ મતદાતાઓ ભાગ લેશે
 • પ્રત્યેક ઉમેદવારોએ હલફનામું આપવું પડશે
 • EVMની સુરક્ષા માટે GPSથી ટ્રેકિંગ કરવામાં આવશે
 • કોઈપણ ફરિયાદની 100 મિનિટમાં કાર્યવાહી કરવામાં આવશે

કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવા માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની વાત કહી છે. આ ઉપરાંત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. દેશમાં તમામ સંવેદનશીલ પોલિંગ બૂથ પર CRPF તૈનાત રહેશે. ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય કરતાં જે ઉમેદવાર પાસે પાન કાર્ડ નહીં હોય તેમની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવનારા ઇવીએમનું જીપીએસ ટ્રેકિંગ થશે. ચૂંટણી પંચ સોશિયલ મીડિયા ઉપરના ચૂંટણી પ્રચાર ઉપર પણ નજર રાખશે. આચાર સંહિતા સોશિયલ મીડિયા ઉપર પણ લાગુ થશે. જો કોઇ આચાર સંહિતાનો ભંગ કરશે તો તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય જનતા કંઇ પણ ગોટાળા અંગે ફરિયાદ કરી શકશે.

Related posts

નવજોતના રાજીનામા નામે અમરિન્દર સિંહે કહ્યું, ‘અમને મંજૂર છે…’

Dharika Jansari

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 47 પર પહોંચ્યો, રાહત અને બચાવ માટે સેના મદદે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!