GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ભાજપે 4 રાજ્યોમાં સ્વીકારી લીધી હાર, મોદી અને શાહનો ન ચાલ્યો દબદબો

2019ની લોકસભા ચૂંટણી પહેલા NDAનાં સાથી પક્ષો ભાજપ માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં શિરોમણી અકાલી દળ તેમજ શિવસેના સાથે સમજૂતી કરવામાં અનેક અડચણો છે. બિહારમાં જેડીયુ સાથે ગઠબંધનમાં 2014ની સરખામણીએ ભાજપને 5 બેઠક ઓછી મળી છે. યુપીમાં સપા-બસપા ગઠબંધન બાદ ભાજપ માટે કપરી સ્થિતી છે. આ સ્થિતીનો મુકાબલો કરવા માટે ભાજપે નાની-નાની પાર્ટીઓ પર નિર્ભર રહેવું પડશે. રાજ્યો પ્રમાણે ગઠબંધન ફોર્મ્યુલા સફળ નિવડશે કે કેમ તે ચૂંટણી પરિણામ બતાવશે. તે પહેલા આવો જાણીએ કે NDAમાં સાથી પક્ષો સાથે ગઠબંધનની સ્થિતી કેવી છે.

મહારાષ્ટ્રમાં શિવસેના મોટોભાઈ બની ગઈ

મહારાષ્ટ્ર : શરૂ કરીએ મહારાષ્ટ્રથી તો અહિયા શિવસેનાએ સ્પષ્ટતા કરી છે કે,કોઈ પણ ભોગે તે ભાજપ કરતા ઓછી સીટો પર ચુંટણી નહિ લડે. અત્યારે સંજય રાઉત ભલે કોઈ ચર્ચા ન કરે પણ સૂત્રોનાં જણાંવ્યા મુજબ,મહારાષ્ટ્ર રાજ્યની 48 બેઠક પર ભાજપ અને શિવસેના બન્ને પક્ષો 24-24 બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છે છે. વર્ષ 2014માં ભાજપે 24 અને શિવસેનાએ 20 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી ભાજપે 23 અને શિવસેનાએ 18 બેઠકો પર જીત મેળવી હતી. કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકર ગઠબંધન માટે વચેટિયાની ભૂમિકામાં છે. તેમનાં જણાવ્યા પ્રમાણે શિવસેના NDAનો જ ભાગ છે. આગામી લોકસભા ચુંટણી પણ અમે સાથે મળીને લડીશું. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. તાજેતરમાં જ ભાજપ પ્રમુખ અમિત શાહે મહારાષ્ટ્રમાં ગઠબંધન ન થાય તો પોતાનાં જ સહયોગી દળોને હરાવવાની ટિપ્પણી કરી હતી. ત્યારબાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુસ્સે ભરાયા હતાં. ઉદ્ધવ ઠાકરે એ શાહ પર પલટવાર કરતા કહ્યું હતું કે, મેં કોઈકનાં મોઢેથી “પટક દેંગે” આવા શબ્દો સાંભળ્યા હતાં. શિવસેનાને હરાવવાવાળા હજુ સુધી પેદા નથી થયા.

પંજાબમાં ભાજપે હંમેશા અકાલીનાં સહયોગી પક્ષ તરીકે જ કામ કર્યુ છે

પંજાબ : પંજાબ એવા રાજ્યોમાંથી છે. જ્યાં મોદી લહેર હોવા છતાં 2014ની લોકસભા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-અકાલી દળનું પ્રદર્શન ઠીક ઠીક હતું. પંજાબમાં ભાજપે હંમેશા અકાલીનાં સહયોગી પક્ષ તરીકે જ કામ કર્યુ છે.તાજેતરમાં પીએમ મોદીની રેલી માટે પંજાબનાં ગુરૂદાસપુરની પસંદગી કરવા પાછળ ગઠબંધનની રાજનિતી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. શિખ સમુદાયની બહુમતી વાળા વિસ્તારથી રેલીની શરૂઆત કરવા પાછળો ભાજપનો હેતૂ એ છે કે તે અકાલી દળને પાઠ ભણાવવા માગે છે. રાજ્યમાં તમારી તાકાત (અકાલી દળ) ખતમ થતી જાય છે અને ભાજપ મજબૂત થતી જાય છે. હકિકતે સીટોની વહેંચણી પહેલા ભાજપ અકાલી દળ પર દબાણ ઉભું કરવા માંગે છે. છેલ્લા કેટલીય ચૂંટણીઓથી ભાજપ 3 અને અકાલી દળ 10 સીટો પર થી જ લડે છે. પરંતુ આ વખતે ભાજપે અકાલી દળ પર વધુ સીટો આપવા માટે દબાણ કર્યુ છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આ વખતે ભાજપ 3ને બદલે 5 બેઠકો પર ચૂંટણી લડવા માટે સક્ષમ છે. જો કે અકાલી દળને 10 કરતા ઓછી સીટો પર ચૂંટણી લડવી જ નથી.

હરિયાણાનાં અકાલી પ્રભાવિત વિસ્તારોમાં ભાજપને ફાયદો થશે

હરિયાણા : પંજાબમાં અકાલી દળ અને ભાજપ વચ્ચે ઉભી થતી ખાઈને અસર હરિયાણામાં દેખાય છે. શિરોમણી અકાલી દળનાં પ્રમુખ સુખબીરસિંહ બાદલે જાહેરાત કરી છે કે આ વખતે લોકસભા અને વિધાનસભા ચૂંટણી હરિયાણામાં એકલા લાથે લડીશું. જો કે 2014માં પણ અકાલી દળે કોઇ ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો પરંતું ભાજપને સમર્થ જાહેર કર્યુ હતું. ગત લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભાજપે હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ હતું. જેમાં ભાજપે 8 અને કોંગ્રેસે 2 બેઠક પર ચૂંટણી લડી હતી. જેમાં ભાજપે 7 બેઠકો પર વિજયપતાકા લહેરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મલોટ રેલીમાં કહ્યું હતું કે હરિયાણાનાં અકાલી પ્રભાવિત વિસ્તારોમાં ભાજપને ફાયદો થશે.

બિહારમાં ભાજપે રાજનૈતિક હાર સ્વીકારી લીધી

બિહાર : બિહારમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુ 17-17 સીટો પર ચૂંટણી લડશે. એલજેપી પાર્ટીને 6 બેઠકો મળી છે. 2014માં ભાજપે એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી. થોડા દિવસો પહેલા જ કુશવાહા એનડીએથી અલગ થયા છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 30 બેઠકો પર ચૂંટણી લડી હતી જેમાંથી 22 બેઠકો જીતી હતી. જેડીયુએ એકલા હાથે તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી જેમાંથી માત્ર 2 સીટ પર વિજય મેળવ્યો હતો. જો કે એલજેપીએ 7 બેઠકો પર ચૂંટણી લડી હતી જેમાંથી 6 બેઠકો જીતી હતી. જો ગત વખતે 22 બેઠકો પર જીતેલી ભાજપે આ વખતે 17 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની ફોર્મ્યૂલા પર સહમતિ દર્શાવીને એક પ્રકારે રાજનૈતિક હાર સ્વિકારી લીધી છે.

યુપીમાં સપા-બસપાનું ગઠબંધન ભાજપને ઘરભેગી કરશે

ઉત્તર પ્રદેશ : 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીની જનતાએ ભાજપને જરૂરત કરતા વધારે તોતિંગ બહુમતી આપી હતી. યુપીની 80 બેઠકો માંથી 71 સીટ મેળવીને ભાજપે પોતાની જીતનો ડંકો વગાડી દીધો હતો. સપા પાસે 5 કોંગ્રેસનાં ભાગે 2 અને બસપા તો ઝીરોમાં ઓલઆઉટ થઈ હતી. જો કે આ વખતે સપા-બસપા ગંઠબંધને ભાજપની ઉંઘ હરામ કરી નાંખી છે. યુપીમાં ભાજપ પાસે ગઠબંધનનો કોઇ વિકલ્પ બચ્યો જ નથી. જે નાના પક્ષો વધ્યા છે તેની સાથે ગઠબંધન કરવાથી ભાજપ માટે મુશ્કેલ સ્થિતીનું નિર્માણ થશે.

Related posts

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva

રાજસ્થાનમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે

Nilesh Jethva

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું, નામ આપ્યું ‘મિશન બિગન અગેઇન’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!