GSTV
Home » News » કાવાસાકીનું આ દમદાર બાઈક ભારતમાં લૉન્ચ, કિંમત એટલી કે એક સારી કાર આવી જાય

કાવાસાકીનું આ દમદાર બાઈક ભારતમાં લૉન્ચ, કિંમત એટલી કે એક સારી કાર આવી જાય

ઇન્ડિયા કાવાસાકી મોટરે તહેવારોની સીઝનમાં 2019 ઍડિશન કાવાસાકી વર્સિસ લૉન્ચ કરી દીધી છે. જે દમદાર ઍન્જિનની સાથે દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કાવાસાકીએ વર્સિસ 650ની 2019 ઍડિશનની ઍક્સ શોરૂમ કિંમત હાલમાં વેચાઈ રહેલા મોડલની જેટલી જ 6.69 લાખ રૂપિયા રાખી છે. કંપનીએ નવી બાઈકના ઍન્જિનમાં ટેકનીકલી કોઈ બદલાવ નથી કર્યો અને આ મિડલવેટ ટૂરર મોટરસાયકલમાં જે બદલાવ થયો છે તે નવી કલર પેઈન્ટ સ્કીમ છે. કાવાસાકીએ નવી પેઇન્ટ સ્કીમમાં બાઈકને બ્લેક અને ગ્રીન હાઈલાઈટ્સ આપ્યો છે અને બાઈકની ટાંકીને ગ્રે ફિનિશિંગ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સુઝુકીએ હાલમાં જ વી-સ્ટૉર્મ 650XT લૉન્ચ કર્યું છે, જ્યારે SWM સુપરડ્યુઅલ T ઍડવેન્ચર મોટરસાઈકલ પણ હાલમાં જ લૉન્ચ થઈ છે.

કાવાસાકી ઇન્ડિયાએ 2019 વર્સિસ 650માં 649CCનું પેરેલલ-ટ્વિન, લિક્વિડ-કૂલ્ડ ઍન્જિન લગાવ્યું છે જે 67.4 bhp પાવર અને 64 nm પીક ટૉર્ક જનરેટ કરે છે. કંપનીએ મોટરસાયકલમાં લાગેલા ઍન્જિનને 6-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે. બાઈકના આગળના હિસ્સામાં 41mm USA ફોર્ક્સ અને પાછલા હિસ્સામાં પ્રી-લોડ અને રિબાઉન્ડ ઍડજેસ્ટેબલ મોનોશૉક સસ્પેન્શન લગાવેલા છે. 2019 કાવાસાકી વર્સિસ 650ના બંને વ્હીલ્સમાં બહેતર ક્વૉલિટીની ડિસ્ક બ્રૅક્સ અપાઈ છે અને સ્ટાન્ડર્ડ ફીચર સ્વરૂપે ઍન્ટીલૉક બ્રૅકિંગ સિસ્ટમ પણ છે.

કાવાસાકી વર્સિસ 650ની મુખ્ય ઓળખ ટૂરિંગ મોટરસાઈકલના રૂપમાં જ છે આવામાં કંપનીએ તેના આગળના ભાગમાં 17 ઇંચ અલૉય વ્હીલની સાથે રોડ-સ્પેક ટાયર્સ આપ્યાં છે. કંપનીએ બાઈકને ઘણાં ઇલેક્ટ્રોનિક ફીચર્સથી દૂર રાખ્યું છે અને તેની સાથે જ આ ફીચર્સની ગેરહાજરી બાઈકની કિંમતમાં પણ મુકાબલામાં પ્રતિસ્પર્ધાત્મક રખાઈ છે. 2019 કાવાસાકી વર્સિસનો મુકાબલો સુઝુકી વી-સ્ટૉર્સ 650 XT ABSથી થશે જેની દેશમાં એક્સ શોરૂમ કિંમત 7.46 લાખ રૂપિયા છે, જ્યારે SWM સુપરડ્યુઅલ Tની ઍક્સ શોરૂમ કિંમત 6.80 લાખ રૂપિયા રાખી છે.

Related posts

સૌરાષ્ટ્રનો ત્રીજા નંબરનો આ ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા ગામો કરાયા એલર્ટ

Nilesh Jethva

આલિયા ભટ્ટને Kiss કરવા તૈયાર નથી સલમાન ખાન, આ કારણે ડબ્બાબંધ થઇ ગઇ ‘ઇન્શાઅલ્લાહ’

Bansari

ભૂલાતી જતી આ કલાને જીવંત કરવા ડીસા રોટરી કલબે કર્યું અનોખુ આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!