GSTV

Bajaj Pulsar NS 125 ઓગસ્ટમાં થશે લોન્ચ, કેટલાક નવા ફીચર્સ સાથે

Last Updated on July 8, 2019 by

બજાજ ઓટો આ ફેક્ટિવ સીઝન પહેલા પોતાના ગ્રાહકો માટે નવી બજાજ પલ્સર NS 125 લોન્ચ કરવાની તૈયારીમાં છે. સોર્સ મુજબ જાણવા નવી પલ્સર ઓગસ્ટમાં લોન્ચ થઈ શકે છે. પલ્સરની ખાસ વાત એ છે કે 125cc સેગમેન્ટમાં સૌથી પાવરફુલ બાઈક હશે અને પલ્સર સીરિઝનું બાઈક હશે.

ભારતમાં લોન્ચિંગ પછી તેને ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉતારવામાં આવશે. Pulsar NS125 પૂરેપૂરી સ્પોર્ટી લુકમાં આવશે. તેની ડિઝાઈનમાં પલ્સર 135ની ઝલક જોવા મળી શકે છે. બાઈકમાં શાર્પ હેડલાઈટ, હાઈ વિન્ડસ્ક્રીન અને સેમી ડિજિટલ ઈન્સ્ટુમેન્ટ કંસોલ, મેટ ફિનિશ એગ્મોસ્ટ મફલર, ડ્યૂલ ટોન કલર સ્કીમ, મોટા ટાયર અને સ્પિલટ સીટ્સ જેવા ફીચર્સ જોવા મળી શકે છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાર કલર્સ- બ્લેક, રેડ, વાઈટ અને યેલો કલર મળશે. કંપનીએ ભારતમાં પલ્સર 135ને બંધ કર્યું છે. બજાજ હંમેશાં ઓછી કિંમતની સ્ટાઈલિશ બાઈક માટે ઓળખાય છે, એવામાં અંદાજો લગાવવામાં આવે છે કે નવું બાઈક Pulsar NS125ની કિંમત 63,000 રૂપિયાથી 65,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવશે.

બાઈકનો સીધો મુકાબલો હોન્ડાના બાઈક શાઈન અને હીરોના ગ્લૈમર સાથે થશે. Bajaj Pulsar NS125માં ફ્યુલ ઈન્જેક્શન વાળું 124.45ccનું સિંગલ સિલિન્ડર એર કુલ્ડ એન્જિન મળશે 12hpનો પાવર 8500rpm પર આપશે અને 11Nmનો ટોર્ક 6000rpm પર આપશે. એન્જિન 5 સ્પીડ ગિયરલેસ હશે. માનવામાં આવે છે કે નવું પલ્સર 125 તેના સેગમેન્ટનું સૌથી વધુ પાવરફુલ બાઈક હશે.

નવા સેફ્ટી નિયમો અનુસાર ભારતમાં 125ccથી વધુ ક્ષમતા વાળી બાઈક્સમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અનિવાર્ય છે. પરંતુ નવું pulsar NS125માં 125ccનું એન્જિન મળશે તો આ બાઈક ABS સાથે આવશે, પરંતુ તેમાં સેફ્ટી માટે કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમને સામેલ કરવામાં આવશે.

Read Also

Related posts

ના હોય! 15 જ સેકન્ડમાં હેક થયો એપલ આઈફોન-13 pro, ચીની હેકરે દેખાડી પોતાની આવડત

Zainul Ansari

જો ડ્યુટી ઘટશે તો ભારતમાં આટલી સસ્તી થઇ જશે Teslaની ગાડીઓ, હાલ લાગે છે 60 થી 100% ટેક્સ

Pritesh Mehta

રહેજો સાવચેત! આવનાર સમયમા બંધ થાય છે આ સ્માર્ટફોન્સ પર વોટ્સએપની સેવા, જાણો ક્યાંક તમારો ફોન પણ નથી ને આ યાદીમા…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!