2018માં આ તસવીરો થઈ હતી વાઈરલ : જ્યારે મહિલાએ પોતાના બોયફ્રેન્ડના કટકા કરી તેનું શાક મજદૂરોને ખવડાવેલું

સોશિયલ મીડિયા પર 2018માં ઘણી બધી તસવીરો વાઈરલ થઈ. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ આ તસવીરો રહી. ભારતમાં કોઇ જગ્યાએ આ તસવીરોની મજાક ઉડાવવામાં આવી તો કોઇ જગ્યાએ આ તસવીરોએ હેરતમાં નાખી દીધા. ઘણી તસવીરોએ વિચારતા કરી દીધા તો કેટલીક તસવીરોના સોશિયલ મીડિયા પર મીમ્સ બન્યા. આવી જ કેટલીક તસવીરો પર નજર કરીએ તો.

આ વર્ષના ફીફા વિશ્વકપમાં વરસાદ થયો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીને પોતાના માટે છત્રી મંગાવી લીધી. જ્યારે ક્રોએશિયા, ફ્રાંસના રાષ્ટ્રપતિઓ ભીંજાતા રહ્યા. સોશિયલ મીડિયા પર આ તસવીરની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. ઉપરાંત વ્લાદિમીરની ટીકા પણ કરવામાં આવી હતી.

મલયાલમ મેગેઝિન ગૃહલક્ષ્મીના કવરપેજ પર આ તસવીર છપાઇ હતી. જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી. મેગેઝિનમાં છપાયેલા આ ફોટોમાં પબ્લિકમાં બાળકને સ્તનપાન કરાવતી વખતે અનુભવાતી શરમ વિશે વાત કરવામાં આવી હતી. ફોટોની મોડેલનું નામ ગીલૂ જોસેફ છે.

15 ફેબ્રુઆરીએ અસમમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણે બે અધિકારીઓની મોત થઇ ગઈ. એ પછી અધિકારીની પત્ની પોતાના પાંચ દિવસ પહેલા જ જન્મેલા નવજાત બાળકને લઇ પતિના અંતિમસંસ્કાર કરવા માટે આવી. ઓફિસરની પત્ની ખૂદ સેનામાં મેજરની પોસ્ટ પર છે. જે પોતાના પતિને અંતિમ વિદાય આપવા માટે આવી હતી.

પદ્માવત આ વર્ષની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ રહી. ફિલ્મનો કરણી સેનાએ વિરોધ કર્યો. ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળી પર હુમલો કરવામાં આવ્યો હતો. શૂટિંગ દરમિયાન થયેલી આ ઘટના બાદ કોલ્હાપૂરમાં આવેલા તેના સેટને પણ સળગાવવામાં આવ્યો હતો. કોર્ટમાં યાચિકા પણ જાહેર કરવામાં આવી, જે બાદ 25 જાન્યુઆરીએ કેટલાક રાજ્યોમાં પ્રતિબંધિત કરી ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. જો કે વિવાદ જેવું ફિલ્મમાં કશું નહોતું. ફિલ્મમાં માત્ર રજપૂતોના શોર્યની વાત કરવામાં આવી હતી.

પ્રિયા પ્રકાશ વારિયર. એ છોકરી જેણે આંખ મારી આખી દુનિયાને પાગલ કરી નાખી. તેના પર મીમ્સ બન્યા. એક જ ગીતમાં તે સુપરસ્ટાર બની ગઈ. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયેલી.

ઇન્ડોનેશિયામાં એક મહિલા શાકભાજીના બગીચામાંથી ગાયબ થઇ ગઈ. જે પછી તે મહિલાને 23 ફૂટ લાંબા અજગરના પેટમાંથી બહાર કાઢવામાં આવી. અજગરે મહિલાને પૂરા કપડાં સાથે ગળી લીધી હતી. બાદમાં ગામડાંના લોકોની મદદથી સાંપને પકડી મહિલાને બહાર કાઢવામાં આવી.

સુઈ ધાગાનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું એ સાથે અનુષ્કા શર્મા ફરી ટ્રોલર્સના નિશાને આવી ગઈ. અનુષ્કાના એક્સપ્રેશન પર એટલા મીમ્સ બનાવવામાં આવ્યા જેટલા આ વર્ષમાં કોઇ પર પણ નહીં બન્યા હોય.

સંયુક્ત અરબ અમીરાતમાં એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડની હત્યા કરી નાખી. તેના બોડી પાર્ટને મકબૂસ જે એક પ્રકારની વાનગી છે તેમાં મિલાવી કામ કરનારા મજદૂરોને ખવડાવી દીધું. એ પછી મહિલાએ પોલીસને બતાવ્યું કે તે 20 વર્ષના પોતાના બોયફ્રેન્ડથી ફરેબનો બદલો લેવા માગતી હતી. મહિલાએ બોયફ્રેન્ડના બાકીના પાર્ટને કૂતરાઓને ખવડાવી દીધું હતું.

ઘાનામાં સંશાધનોની ઓછપ છે. જે જોતા સ્કૂલમાં કોમ્પયુટર નહોતું ત્યારે ટીચરે બાળકોને એમએસ વર્ડ શીખવાડવા માટે બ્લેકબોર્ડમાં દોરી નાખ્યું અને સમજાવવા લાગ્યા. આ તસવીર એટલી વાઈરલ થઈ કે દેશના સીમાડાઓ ટપી ગઈ અને ટીચરના પણ વખાણ કરવામાં આવ્યા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter