પ્રતિક્ષાનો આવ્યો અંત! ભારતમાં લૉન્ચ થઇ મારુતિ સુઝુકીની નવી Ertiga

મારુતિ સુઝુકીની 7 સીટર અર્ટિગા ભારતમાં આજે લૉન્ચ થઇ ગઇ છે. મારુતિ સિઝિકીની આ કાર ભારતની એમપીવી સેગમેન્ટની શાનદાર કાર છે. મારુતિ સુઝુકી અર્ટિગા અમપીવીને નવા HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. નવી કારને સંપૂર્ણ રીતે નવા ડિઝાઇનથી સજ્જ કરવામાં આવી છે.

લૉન્ચ થયેલી અર્ટિગાની લંબાઇ 4395 એમએમ, પહોળાઇ 1735 એમએમ અને ઉંચાઇ 1690 એમએમ છે. કારનું વ્હીલબેઝ 2740 એમએમ છે. નવી અર્ટિગા કારમાં ફેસલિફ્ટેટ Ciaz જેવું 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

જે 104 એચપીનો પાવર જનરેટ કરે છે. એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

ડીઝલ એન્જિનની વાત કરીએ તો તેમાં જૂના મૉડેલ જેવું જ 1.3 લીટર એન્જિન આપવામાં આવ્યું છે. જે 89 એચપીનો પાવર જનરેટ કરે છે. લૉન્ચ થયેલી અર્ટિગા પહેલીવાર ડ્યુઅલ બેટરી સેટઅપ સાથે આવશે.

અર્ટિગા સૌપ્રથમ 2012માં લૉન્ચ કરનામાં આવી હતી. કંપની ત્યાર સુધીમાં 4.18 લાખથી વધુ યુનિટ્સ વેચી ચુકી છે. કારની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 7.44 લાખ રૂપિયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter