Maruti Suzukiની આ ધાકડ કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ, ઝડપી લો આ શાનદાર તક

Maruti Suzuki Ciazના 2018 મોડેલ પર 85 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નવી Maruti Suzuki Ciazની લૉન્ચિંગ પહેલાં ડીલર્સ પોતાનો જૂનો સ્ટોક પૂરો કરવા માગે છે. પરિણામે Maruti Suzuki Ciaz 2018 મોડેલ પર ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવી રહી છે.

Maruti Suzuki Ciazના ડીઝલ વેરિએન્ટ પર 60 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  આ ઉપરાંત 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આ મૉડેલ પર આપવામાં આવી રહ્યું છે. Maruti Suzuki Ciazના ઑટોમેટિક વેરિએન્ટ પર 40 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. Maruti Suzuki Ciaz ઑટોમેટિક ફક્ત પેટ્રોલ વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ તમામ ડિસ્કાઉન્ટ અલ્ફા મેન્યુઅલ વેરિએન્ટ પર મળી રહ્યું છે.

Maruti Suzuki Ciazના સ્પેસિફિકેશન

Maruti Suzuki Ciaz 2018માં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને આઇસોફિક્સ ચાઇલ્ડ સીટ એંકર્સ મળતાં હતાં તે બાદ લૉન્ચ ફેસલિફક્ટ મૉડેલમાં ESP ટ્રેક્શન કંટ્રોલ અને હિલ સ્ટાર્સ આસિસ્ટન્ટ સિડેનની સ્ટાન્ડર્ડ સેફ્ટી કિટમાં મળે છે. આ ઉપરાંત જીટા અને ટૉપ-સ્પેક અલ્ફા મૉડેલ સાથે ઓટો એલઇડી પ્રોજેક્ટર હેડલેંપ્સ જે ડેટાઇમ રનિંગ એલઈડી અને એલઇડી ફૉગ લેમ્પ પણ મળે છે.

ડેલ્ટા વેરિએન્ટ્સના આગળ વધવા પર 15 ઇંચના વ્હીલ્સ મળશે. સાથે જ અલ્ફાની ટૉપ રેન્જમાં 16 ઇંચ મશીન ફિનિશ્ડ વ્હીલ્સ મળશે. આ કારમાં ઑડિયો સિસ્ટમ બ્લૂટૂથ ફોન ઇંટિગ્રેશન સાથે મળે છે. આ ઉપરાંત એપ્પલ કાર પ્લે સાથે 7 ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને એન્ડ્રોઇડ ઑટો, ઑટો ક્લાઇમેટ કંટ્રોલ તથા ઑટો ડિમિંગ IRVM પણ મળે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter