પી.વી સિંધુએ 2013ની વર્લ્ડ ચેમ્પિયનને આપી શિકસ્ત, હવે જાપાન સામે ભીડશે બાથ

ઓલિમ્પિકમાં સિલ્વરમેડલ વિજેતા પી. વી. સિંધુ બીડબ્લ્યૂએફ વિશ્વ ટૂર ફાઈનલ્સના અંતિમ મુકાબલામાં પહોંચી ગઈ છે. તેણે સેમિફાઈનલમાં 2013ની વર્લ્ડ ચેમ્પિયન અને વર્લ્ડ રેન્કિંગમાં આઠમા સ્થાને કાબિજ થાઈલેન્ડની રતચાનોક ઈન્તનોનને મ્હાત આપી છે. પી. વી. સિંધુએ શનિવારે ઈન્તનોનને 21 વિરુદ્ધ 16, 25 વિરુદ્ધ 23થી મ્હાત આપી છે.

હવે ફાઈનલમાં રવિવારે સિંધુનો સામનો જાપાનની વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા ક્રમાંકની ખેલાડી નોજોમી ઓકુહારા સાથે મુકાબલો થશે. સિંધુને 2017ના વર્લ્ડ ચેમ્પિયનશિપના ખિતાબી મુકાબલામાં સિંધુની જાપાની શટલર નોજોમી ઓકુહારા સામે જ હાર થઈ હતી. બંને વચ્ચેના કુલ 12 મુકાબલામાંથી બંનેએ 6-6 મુકાબલામાં જીત પ્રાપ્ત કરી છે. સતત ત્રીજા વર્ષે ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવનારી સિંધુએ સુક્રવારે વર્લ્ડ રેન્કિંગમાં બારમા સ્થાને કાબિજ બેવેન ઝાંગને એકતરફી મુકાબલામાં 21 વિરુદ્ધ નવ, 21 વિરુદ્ધ 15થી મ્હાત આપીને નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું.

ટૂર્નામેન્ટ માટે પહેલીવાર ક્વોલિફાઈ થનારા ભારતનો શટલર સમીર વર્મા પણ ગ્રુપ બીની આખરી મેચ જીતીને નોકઆઉટમાં પહોંચી ચુક્યો છે. સમીર વર્માએ ફાઈનલમાં પહોંચવા માટે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન રહેલા ચીનના શટલર શી યૂકીને હરાવવો પડશે. શી યૂકી વર્લ્ડ ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પણ પહોંચ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter