GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

2017માં નીતિન પટેલને ‘કાઢુ-કાઢુ’ની થઈ પૂરતી કોશિષ, પણ આ એક સમાજના મતોએ બચાવી લીધા

આપણે ભણીગણીને અમેરિકા જઈએ છીએ, પરંતુ હું સચિવાલયમાં રોજ જાઉં છું ત્યારે નામના પાટિયાઓ જોઉં છું ત્યારે દુ:ખ થાય છે. મોટાભાગના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ બિનગુજરાતી જ હોય છે. આ સાથે જ તેમણે દરેક ગુજરાતીને સંતાનોને સરસ ભણાવીને આગળ લાવવા આવાહન કર્યું હતું. અખિલ આંજણા કેળવણી મંડળનો સ્નેહમિલન સમારોહમાં બોલતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપર મુજબની રજૂઆત કરી હતી.

તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ વેપારીઓ ખરા, ઉદ્યોગપતિઓ ખરા અને તેમની કોઠા સૂઝથી દુનિયાભરમાં ફેલાઈ ગયા છે. કોઈને સંકુચિતતા લાગશે પરંતુ નેમપ્લેટમાં ગુજરાતીઓના નામો નથી હોતા. આપણું પાટિયું ભાગ્યે જ જોવા મળે છે. સંતાનોને એવું ભણાવો, એવું ભણાવો કે બધાં જ પાટિયા ગુજરાતીના થઈ જાય.

આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે મહેસાણા કડીમાં ચૌધરી સમાજના 19000 મત છે. તેમાંથી 18000 મત તેમને મળ્યા હતા. તેમના મતથી હું વિધાનસભાની ચૂંટણી જીત્યો હતો. 2012 અને 2017માં મને દૂર કરવાની બહુ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ હું જીતી ગયો હતો. 2012 અને 2017માં બધાં બહુ લોકો મને કાઢું કાઢું કરતાં હતા, પરંતુ ચૌધરીઓના આ મતોને કારણે હું જીતી ગયો. તેમનો જાહેરમાં ઋણ સ્વીકારવામાં મને નાનપ લાગતી નથી.

તેમણે કહ્યું હતું કે નવી પેઢીના ઘડતર, શિક્ષણ અને સંસ્કારના સિંચનનું કામ ચૌધરી સમાજ ઉત્તમ રીતે કરી રહ્યો છે. અન્ય સમાજોએ તેમાંથી પ્રેરણાં લેવા જેવી છે. ગાંધીનગરના વિકાસમાં પણ ચૌધરી સમાજનો ફાળો મોટો છે. ચૌધરી સમાજમાં એક બીજાને મદદ કરવાની અને તેમના સંગઠનની ખાસિયત પ્રભાવિત કરે તેવી છે. તેમણે તેમના સંતાનોને આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ જેવા હોદ્દાઓ મેળવી શકે તેવું શિક્ષણ તેમના સંતાનોને આપવા જણાવ્યું હતું.

આ પ્રસંગે બોલતા સ્વામિ સચ્ચિદાનંદે જણાવ્યુ હતું કે આત્મનિર્ભરતા માટે રોજગારી અને ત્યારબાદ પુણ્ય કમાવાનો જીવનને તબક્કો બહુ જ મહત્વનો છે. અંતરિયાળ વિસ્તારમાં કાળી મજૂરી કરી ઊભા થયેલા ચૌધરી સમાજના શ્રેષ્ઠીઓ રૂપિયા, સમય, બુદ્ધિ, શ્રમ અને અન્ય પ્રકારે દાન આપીને સમાજને એક નવી ઊંચાઈએ લઈ જવાનું ઉમદા કાર્ય કર્યું છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Mansi Patel

દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો : મોદી સરકારની છૂટછાટમાં કોરાનાના કેસો અને મોતના આંકથી ફાટી પડશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!