GSTV
Gujarat Election 2022 SEAT ANALYSIS 2022 Uncategorized ગુજરાત ટોપ સ્ટોરી

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

adr report of mps

ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીના પરિણામ મુજબ ૧૮૨ બેઠકોમાંથી ૭૭ બેઠકોમાં એટલે કે ૪૨ ટકાથી વધુ બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ બાદ કે વીજેતા અને હારેલા ઉમેદવાર બાદ ત્રીજા નંબરે અપક્ષ ઉમેદવાર રહ્યા હતા.જ્યારે ૨૦૧૨ની ચૂંટણીમાં પ્રથમવાર સૌથી વધુ ૧૦૪ બેઠકોમાં અપક્ષ ઉમેદવાર વોટ મેળવવામાં ત્રીજા નંબરે રહ્યા હતા.

છેલ્લે બે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ૨૦૧૨માં ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમવાર ૧૮૨માંથી ૧૦૪ બેઠકોમાં વીજેતા અને હારેલા ઉમેદવાર બાદ ત્રીજા નંબરે અપક્ષ ઉમેદવાર રહ્યા હતા.જ્યારે ૨૦૧૭ની ચૂંટણીના પરિણામ મુજબ ૭૭ બેઠકોમાં અપક્ષો ત્રીજા નંબરે રહ્યા હતા.ૅજો કે ૭૭ બેઠકોમાંથી સુરતની વરાછા રોડ બેઠકમાં તો માત્ર ૩૮૮ મતો મેળવીને અપક્ષ અપક્ષ ઉમેદવાર ત્રીજા નંબરે હતા અને બાકીના અન્ય ઉમેદવારોને ૮૦થી ૨૫૦ આસપાસ જ મત મળ્યા હતા. ઉપરાંત ૨૦૧૭માં જે ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જિનથી વધુ હતા તેમાં ૧૭ બેઠકોમાં થર્ડ પોઝિશન પર અપક્ષ ઉમેદવાર રહ્યા હતા. ૩૨ બેઠકો એવી હતી જેમાં હાર અને જીતનું માર્જિન ત્રીજા ઉમેદવારના મત કરતા પણ ઓછુ હતું.

૨૦૧૭માં કુલ ઉમેદવારોમાંથી ૭૯૪ ઉમેદવારો અપક્ષ ઉમેદવારો હતા અને જેમાંથી ત્રણ અપક્ષ ઉમેદવાર વીજેતા થયા હતા તેમજ ત્રણ ઉમેદવાર વીજયી ઉમેદવાર બાદ બીજા નંબરે રહ્યા  હતા.૨૦૧૭માં ૭૮૪ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ હતી. ૨૦૧૭માં  અપક્ષ તરીકે લડેલા તમામ ઉમેદવારોને મળેલા કુલ મત ૧૨,૯૦૦૯૮ હતા. એટલે કુલ મતદાનમાં અપક્ષોને મળેલા વોટ શેરની ટકાવારી ૪.૩૦ ટકા રહી હતી. જ્યારે ૨૦૧૨ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ૨૦૧૨માં કુલ ૬૬૮ અપક્ષ ઉમેદવારો હતા અને જેમાંથી એક ઉમેદવાર વીજેતા થયો હતો જ્યારે એક ઉમેદવાર વોટ મેળવવામાં બીજા નંબરે રહ્યો હતો અને ૬૬૨ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ હતી.૨૦૧૨માં અપક્ષોને કુલ ૧૫,૯૪,૮૮૯ વોટ મળ્યા હતા.જે કુલ વોટના ૫.૮ ટકા હતા.

વોટ સાથે કુલ વોટના ૧૮.૭૬ ટકા વોટ મેળવ્યા

ગુજરાત વિધાનસભાની અત્યાર સુધીની ચૂંટણીઓના પરિણામ જોઈએ તો ૧૯૯૫માં  પ્રથમવાર અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ ૩૩.૭૬ લાખથી વધુ વોટ મેળવ્યા હતા અને જે કુલ મતદાનના ૧૮.૭૬ ટકા હતા.૧૯૯૫માં કુલ મતદાન ૧.૮૦ કરોડથી વધુનું થયુ હતુ. ૧૯૯૫માં જ સૌથી વધુ ૧૬૧૭ અપક્ષ ઉમેદવારો હતા અને જેમાંથી ૧૬ વીજેતા થયા હતા તેમજ ૨૭ ઉમેદવાર વોટ મેળવવામાં વીજેતા બાદ બીજા નંબરે રહ્યા હતા અને ૯૦ ઉમેદવાર થર્ડ પોઝિશન પર હતા.જ્યારે ૧૫૫૫ અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ હતી.૧૯૯૦ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને મળવેલા વોટ શેરની ટકાવારી ૧૦ ટકાથી વધુ અને ૧૯૮૦ની ચૂંઠણીમાં અપક્ષ ઉમેદવારોને મળેલા વોટની ટકાવારી ૧૦ ટકા જેટલી રહી હતી.    

READ ALSO

Related posts

કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે

Nakulsinh Gohil

હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો

Nakulsinh Gohil

બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ,  8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ

Nakulsinh Gohil
GSTV