GSTV

2008માં 80 હેલિકોપ્ટરોનો સોદો રશિયા સાથે 1.3 અબજ ડોલરમાં થયો, Mi-17V-5 ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર

Last Updated on December 8, 2021 by pratik shah

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકોને લઈ જતુ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ Mi-17V-5 પ્રકારનુ હેલિકોપ્ટર છે અને તે સેનાના ઉપયોગ માટે અત્યંત સક્ષમ મનાય છે.આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકો, હથિયારોની હેરફેર માટે તેમજ પેટ્રોલિંગ અને રેસ્ક્યુ મિશન માટે પણ કરવામાં આવતો હોય છે.ભારતમાં વીવીઆઈપી લોકોની મુસાફરી માટે તેનો ઉપયોગ થતો હોય છે.

Mi-17V-5 ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર

Mi-17V-5 ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે અને રશિયન કંપની કજાન હેલિકોપ્ટર તેનુ નિર્માણ કરે છે.તેની કેબિન અને બહારનો હિસ્સો માલ સામાનની હેરફેરને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે.

2008માં 80 હેલિકોપ્ટરોનો સોદો રશિયા સાથે 1.3 અબજ ડોલરમાં કરવામાં આવ્યો

ભારત દ્વારા 12 Mi-17V-5 હેલિકોપ્ટરોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.આ માટે 2008માં 80 હેલિકોપ્ટરોનો સોદો રશિયા સાથે 1.3 અબજ ડોલરમાં કરવામાં આવ્યો હતો.2011માં ભારતીય વાયુસેનાને તેની ડિલિવરી મળવા માંડી હતી.2013 સુધીમાં ભારતને આવા 36 હેલિકોપ્ટર મળ્યા હતા.2018માં તેની છેલ્લી ખેપ ભારતને મળી હતી.

એપ્રિલ 2019થી તો આ હેલિકોપ્ટરનુ સમારકામ અને સર્વિસિંગ કરવા માટેનુ સેન્ટર પણ ભારતે સ્થાપી દીધુ હતુ.હેલિકોપ્ટરનુ કેબિન મોટુ છે.Mi-17V-5ને તેના અગાઉના વર્ઝન MI-8ના આધારે ડિઝાઈન કરવામાં આવ્યુ હતુ.

તેની પાછળની તરફ એક રેમ્પ પણ હોય છે.જ્યાંથી સૈનિકો અને માલસામાનની હેરફેર આસાનીથી થઈ શકે છે.ટેક ઓફ સમયે તેનુ મહત્તમ વજન 13000 કિલો હોય છે.તે 36 સૈનિકોને એક સાથે લઈ જઈ શકે છે.તેમાં ચાર મલ્ટી ફન્કશન ડિસ્પ્લે, નાઈટ વિઝન ડિવાઈસ, ઓન બોર્ડ વેધર રડાર તેમજ ઓટો પાયલટ સિસ્ટમ સામેલ છે.ભારત માટે ખાસ બનાવાયેલા Mi-17V-5 હેલિકોપ્ટરમાં નેવિગેશન, ઈન્ફર્મેશન ડિસ્પલે પણ સામલે હોય છે.

સંકટ સમયે તેને હથિયારોથી પણ સજ્જ કરી શકાય છે.એસ-8 રોકેટ, એક મશિન ગન, તેમાં ફિટ કરી શકાય તેમ છે.હેલિકોપ્ટર દુશ્મનો, બખ્તરબંધ વાહનો તેમજ જમીન પરના લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે.કોકપિટ અને બીજા મહત્વના હિસ્સા પર બખ્તરનુ આવરણ ચઢાવાયેલુ છે.તેની બળતણ ટેન્કમાં ફોમ પોલીયુરેથેન ભરવામાં આવે છે.જેથી તેમાં વિસ્ફોટ ના થાય. હેલિકોપ્ટરમાં જામર પણ છે.આટલી આત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતા Mi-17V-5 હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી ગઈ છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!