GSTV

24 કલાકમાં 20,000 કોરોના કેસ: કોરોનાએ ફરી ઉથલો માર્યો, ગુજરાતનો પણ આ જ વારો છે

maharashtra corona

Last Updated on September 9, 2020 by pratik shah

મહારાષ્ટ્રમાં દિવસે દિવસે Corona કાળો કેર વર્તાવતો રહ્યો છે. મંગળવારે એક દિવસમાં એટલે કે 24 કલાકમાં વીસ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો નવ લાખ 43 હજાર 772નો થઇ ગયો હતો.

Corona Cases in Maharashtra

2 લાખથી વધુ સક્રિય Corona કેસ

મંગળવારે Corona થી 380 વ્યક્તિનાં મરણ થયાં હતાં. એ સાથે મરણનો આંકડો 27 હજાર 403નો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવાના કરાઇ રહેલા પ્રયાસો સફળ થતા લાગતા નથી. રાજ્યમાં હાલ કોરોનાના સક્રિય હોય એવા કેસનો આંકડો 2 લાખ 43 હજાર 446નો હતો.

મુંબઈમાં દોઢ લાખથી વધુ કેસ

દેશના આર્થિક પાટનગર સમા મહાનગર મુંબઇમાં મંગળવારે કોરોનાના 1346 નવા કેસ નોંધાયા હતા. આ સાથે એકલા મુંબઇમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 1 લાખ 58 હજાર 756નો થયો હતો. મંગળવારે મુંબઇમાં 42 વ્યક્તિનાં મરણ થયાં હતાં. આમ મુંબઇમાં કોરોનાએ અત્યાર સુદીમાં 7, 942 વ્યક્તિનો ભોગ લીધો હતો.

મહારાષ્ટ્રમાં 47 લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ

કોરોના ફેલાતાંની સાથે ટેસ્ટ કરવાની સંખ્યા પણ વધારવામાં આવી હતી. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 47 લાખ 89 હજાર 682 વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના અનેક શહેરોમાં લોકડાઉન

મુંબઇ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને ગ્રામ વિસ્તારો સુધી કોરોના ફેલાઇ ચૂક્યો હતો. પૂણે, ઔરંગાબાદ વગેરે શહેરોમાં તો સતત લૉકડાઉન જાહેર કરવાની રાજ્ય સરકારને ફરજ પડી રહી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!