GSTV
Home » News » 2000ની નોટમાં થયો છે મોટો ખુલાસો, હાથમાં પકડતાં 10 વાર વિચાર કરજો

2000ની નોટમાં થયો છે મોટો ખુલાસો, હાથમાં પકડતાં 10 વાર વિચાર કરજો

૨૦૧૮માં જપ્ત કરાયેલી બનાવટી ચલણી નોટોમાં મૂલ્યની દ્રષ્ટિએ ૬૧ ટકા હિસ્સો રૂપિયા ૨૦૦૦ની નોટનો રહ્યો હતો. ૨૦૧૭માં જપ્ત કરાયેલી બનાવટી નોટોમાં પણ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટોનો હિસ્સો ૫૩ ટકા રહ્યો હતો, એમ નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના આંકડા જણાવે છે. બ્યુરોના રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૮માં રૂપિયા ૨૦૦૦ની ૫૪,૭૭૬ બનાવટી નોટો પકડાઈ હતી. જે નંગ મૂલ્ય ૧૦.૯૬ કરોડ જેટલું હતું. ૨૦૧૮માં કુલ ૨૫,૭૨૪૩ બનાવટી નોટો પકડાઈ હતી, જેનું મૂલ્ય રૂપિયા ૧૭.૯૫ કરોડ રહ્યું હતું.

સરકારના દાવાનું સૂરસૂરિયું

૨૦૧૬માં નોટબંધી બાદ સરકાર દ્વારા દાખલ કરાયેલી રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટની બનાવટી નોટ બનાવવાનું સરળ નહીં હોય તેમ સરકાર દ્વારા તે વેળાએ દાવો કરાયો હતો. સુરક્ષાના મજબૂત પગલાં લેવાયા હોવાનું જણાવી સરકારે આ દાવો કર્યો હતો. પરંતુ જપ્ત થયેલી રૂપિયા ૨૦૦૦ની બનાવટી નોટનો આંક પ્રમાણમાં ઘણો ઊંચો કહી શકાય એટલો છે.

ક્યા રાજ્યમાંથી કેટલી નોટ પકડાય ?

રૂપિયા ૨૦૦૦ની પકડાયેલી કુલ બનાવટી નોટમાંથી સૌથી વધુ એટલે કે ૧૨,૫૬૦ નોટ એકલા તામિલનાડૂમાંથી પકડાઈ હતી. ત્યાર બાદ ૯૬૧૫ સાથે પશ્ચિમ બંગાળ અને ૬૭૫૦ નોટસ સાથે કર્ણાટકનો ક્રમ રહ્યો હતો. ગુજરાતમાંથી ૨૭૨૨ અને મહારાષ્ટ્રમાંથી ૨૩૫૫ બનાવટી નોટસ મળી આવી હતી. આ આંક તપાસ સંસ્થાઓ દ્વારા જપ્ત થયેલી નોટના જ છે નહીં કે દરેકે દરેક બનાવટી નોટના. જપ્ત કરાયેલી નોટના આંક આટલા ઊંચા છે તો સર્ક્યુલેશનમાં રહેલી બનાવટી નોટનો આંક પણ ઘણો ઊંચો રહી શકે છે, એમ બ્યુરોના સુત્રોએ જણાવ્યું હતું.

સજામાં કંઈ ફર્ક નથી પડતો

ઓછા ડીનોમિનેશન કરતા વધુ ડીનોમિનેશન વાળી બનાવટી નોટ રાખવાનું સરળ રહે છે કારણ કે, કાનૂની દ્રષ્ટિએ બનાવટી નોટમાં સજામાં ખાસ ફર્ક નથી હોતો. માટે બનાવટી નોટ છાપનારાઓ વધુ ડીનોમિનેશનની નોટસમાં જોખમ લેવાનું મુનાસિબ ગણે છે.

સરકારની ધારણાં પડી ખોટી

જે રીતે બનાવટી નોટ પકડાઈ રહી છે અને રોકડમાં વ્યવહારમાં જે રીતે વધારો થયો છે તેને જોતા નોટબંધીની કવાયતના હેતુ બર આવ્યા નથી એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. દેશમાંથી બ્લેક મની નાબુદ કરવા, બનાવટી નોટસ પકડી પાડવા તથા રોકડ આધારિત ભ્રષ્ટાચાર ખતમ કરવાના હેતુ સાથે રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટસનું ડીમોનિટાઈઝેશન કરાયું હતું. નોટબંધી બાદ દેશની બેન્કોમાં રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૧૦૦૦ની લગભગ મોટાભાગની નોટો જમા થઈ ગઈ હતી. જેને કારણે જંગી માત્રામાં બ્લેક મની પકડાશે તેવી સરકારની ધારણાં લગભગ વિફળ રહી હતી.

READ ALSO

Related posts

કાયદાનું ઝીણવટભર્યું જ્ઞાન લેવા માટે ભારત પહોંચ્યા બાંગ્લાદેશના 40 જજ

Pravin Makwana

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana

ઘરમાં પત્ની,માતા,બહેન,બેટી અને ઘરની બહાર એક બિઝનેસ વુમન: ટ્રમ્પની છે આ ખાસમખાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!