GSTV

આદર્શ કોઓપરેટીવ સોસાયટી કૌભાંડ / રાજ્યના 21 લાખ થાપણદારોના 7000 કરોડથી વધુ રૂપિયા હલવાય!, હવે ભૂખ હડતાલનો નિર્ણય

Last Updated on October 6, 2021 by Dhruv Brahmbhatt

મલ્ટી સ્ટેટ કોઓપરેટીવ સોસાયટી આદર્શ કોઓપરેટીવ સોસાયટીના કૌભાંડમાં રૂા. 2000 કરોડ ગુમાવનારા ગુજરાતના હજારો થાપણદારોએ તેમની નિમણૂક થયાના બે વર્ષમાં થાપણદારોને પૈસા અપાવવા કરેલી કામગીરીની વિગતો જાહેર કરવાની માંગણી કરી છે.

scam

આદર્શ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના થાપણદારો તેમના નાણાં મેળવવા માટે દરદરની ઠોકર ખાઈ રહ્યાં છે. તેમના નાણાં પરત અપાવવા કોઈ જ નક્કર પ્રયાસ ન થાય હોવાનું જણાતા સરકારી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનાથી થાકી હારીને તેમણે ચીફ જસ્ટિસઑફ ઇન્ડિયાને એક પત્ર  લખ્યો છે. તેને આધારે સુપ્રીમ કોર્ટમાં આજે 88719-2021 નંબરથી તેમની જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

રૂપિયા ગુમાવનારા થાપણદારોએ ભૂખ હડતાલ શરૂ કરવાનો નિર્ણય કર્યો

બીજી તરફ રૂપિયા ગુમાવનારા થાપણદારોએ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી ઑફિસ સામે ભૂખ હડતાલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુકેશ પ્રકાશરાજ મોદી અને રાહુલ વીરેન્દ્ર મોદીએ લોભામણી જાહેરાતો આપીને ડિપોઝિટ લીધા પછી પાકતી મુદતે તમને નાણાં પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો.

This image has an empty alt attribute; its file name is adarsh-society-scam-news.jpeg

આમ તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યના 17થી 21 લાખ થાપણદારોના રૂા. 7000 કરોડથી વધુ ઓળવી લીધા હોવાનો અંદાજ છે. થાપણદારોના પૈસા પરત અપાવવામાં સહયોગ આપવાને બદલે સરકારી તંત્ર સાથે સંકળાયેલ આધિકારીઓ અને ખાસ કરીને ફડચા અધિકારી થાપણદારોનો વાંક કાઢતા કહે છે કે તમે લોભામણી જાહેરાતમાં આવીને શા માટે તમને રોકાણ કર્યું.

રોકાણ કરીને તમે પોતે જ ભૂલ કરી છે. પરિણામે તેમને જીવનભરની મૂડી અપાવવાના પ્રયાસો તેઓ ન કરતાં હોવાનો વળતો આક્ષેપ કરતાં થાપણદારો કરી રહ્યા છે. થાપણદારો કહે છે કે ભારત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા જ સહકારી સોસાયટીને લાઈસન્સ આપવામાં આવે છે.

સરકારના ઑડિટરોને સોસાયટીમાં ચાલતી ગેરરીતિનો અંદાજ કેમ ન આવ્યો!

દર વર્ષે તેના હિસાબોનું ઑડિટ પણ સરકાર જ કરે છે. સરકારના ઑડિટરોને સોસાયટીમાં ચાલતી ગેરરીતિનો અંદાજ કેમ ન આવ્યો અને આવ્યો હોય તો તેમણે થાપણદારોને સમયસર ચેતવણી કેમ ન આપી. આ સંજોગમાં અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ, પરંતુ સરકારી તંત્રના અધિકારીઓએ પણ સહકારી સોસાયટીને ગેરરીતિ આચરવામાં સાથ આપ્યો જ હોવાનું જણાય  છે.

FRAUD

પૈસા ગુમાવનારા થાપણદારોએ માગણી કરી છે કે ફડચા અધિકારી થાપણદારોને પૈસા પરત અપાવવા અઢી વર્ષમાં કરેલા પ્રયાસોની વિગતો જાહેર કરે. આદર્શ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 809 બ્રાન્ચ ઑફિસોની માલિકીના સ્ટેટસની અંગે પણ ફડચા અધિકારી જાહેર કરે તેવી માગણી ગિન્નાયેલા થાપણદારોએ કરી છે.

સોસાયટીની કેટલી મિલકતોને ટાંચ લગાડવામાં આવી છે તે અંગે પણ સ્પષ્ટતા કરવાની માગણી કરવામાં આવી છે. આ ઑફિસોના ફર્નિચરનું શુ કર્યું તે પણ ફડચા અધિકારી સ્પષ્ટતા કરે તેવી તેમની લાગણી ને માગણી છે.

થાપણદારોના ક્લેઈમ સેટલ કરવા માટે તેમની થાપણોની વિગતો મંગાવવામાં આવી

સોસાયટીની અસ્ક્યામતો પર હજી બે ત્રણ વર્ષ સુધી ટાંચ લાગેલી રહેશે તો થાપણદારોના પૈસા પરત અપાવવા માટે તંત્ર શું કરવા માગે છે તે અંગે ફોડ પાડવાની માગણી પણ કરવામાં આવી છે. આજની તારીખે સોસાયટી પાસે કેટલા નાણાં જમા પડ્યા છે તે પણ જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.

લિક્વિડેટર કહે છે કે સરકારની જુદી-જુદી સંસ્થાઓ આ કૌભાંડમાં તપાસ કરી રહી હોવાથી અને તેમણે તેમની મિલકતોને ટાંચ લગાડી દીધી હોવાથી તેઓ લેવાને પાત્ર પગલાં લઈ શકતા નથી.

જુદી જુદી સંસ્થાઓએ લીધેલા પગલાંને પરિણામે ઊભા થતાં અવરોધો દર કરવા માટે જુદા જુદા મંત્રાલયના અધિકારીઓના એક એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવાનો સૂઝાવ પણ ફડચા અધિકારીએ આપ્યો છે. થાપણદારોના ક્લેઈમ સેટલ કરવા માટે અમે તેમની પાસેથી તેમની થાપણોની વિગતો મંગાવી છે.

money

ગાંધીનગરના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટે નાણાં ગુમાવનારાઓની વિગતો મંગાવી

આદર્શ કોઓપરેટીવ સોસાયટીના રોકાણકારો પાસે ગાંધીનગરના પ્રાન્ત અધિકારી અન ેસબડિવિઝનલ મેજિસ્ટ્રેટે થાપણદારોેએ સોસાયટીમાં જમા કરાવેલી થાપણોની વિગતો મંગાવી છે. તેમની પાસે કેટલા થાપણદારોએ તેમના લેણાની વિગતો રજૂ કરી અન ેતેના અનુસંધાનમાં કેટલા અને કેવા પગલાં લેવાયા તે અંગે ફોડ પાડીને કોઈ જ માહિતી આપવામાં આવતી નથી.

READ ALSO :

Related posts

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari

રિચાર્જ પ્લાન/ મોંઘા થયા જિયો, એરટેલ અને Viના પ્લાન! જુઓ તમારા માટે કયો રહેશે બેસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!