GSTV

ભારતમાં અંગ્રેજ લશ્કરી અધિકારીએ શોધેલી ગુફાને થયા 200 વર્ષ

હવામાનના વિપરિત પરિણામને લીધે અજંટાની ગુફાઓ ધીરે ધીરે નામશેષ થતી જશે એવી ભવિષ્યવાણી ખોટી ઠેરવવા માટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા)ના અધિકારીઓએ કમર કસી છે. આ ગુફાઓના સમારકામ અને ભગ્નાવશેષોને પૂર્વરૂપ આપવા માટે છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલા કાર્યને જોતા આ ગુફાઓને આવતા બે હજાર વર્ષ સુધી આંચ નહીં આવે એવો નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે.

ઔરંગાબાદ પાસેના જંગલમાં મદ્રાસ રેજિમેન્ટનો બ્રિટિશ લશ્કરી અધિકારી જોન સ્મીથ વાઘના શિકરે ગયો હતો. એ વખતે નદીની કોતરો પાસે તેણે ભગ્ન અવસ્થામાં ગુફાઓ જોઈ હતી. આ ગુફાઓ ઉપર તેણે ૨૮મી એપ્રિલ ૧૮૧૯ની તારીખ પથ્થરથી કોતરી હતી. આમ ગુફાઓ મળી આવી તેને આજે બરાબર ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે. ત્યાર પછી બ્રિટિશરોએ ઘણું સંશોધન કર્યું અને અજંટાની ગુફાઓ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગઈ. તત્કાલિન બ્રિટિશ વાઈસરોય બોર્ડ કર્ઝને અજંટાની ગુફાઓનું અને અંદરના ભીંતચિત્રોનું સંવર્ધન કરવાનો આદેશ આપ્યો હતો.

ત્યાર પછી ભારતીય પુરાતત્ત્વ વિષયના નિષ્ણાતો એમ.એન. દેશપાંડે અને ડો. આર. સેનગુપ્તાએ અજંટાની ગુફાઓની જાળવણીની દિશામાં ઉત્તમ યોગદાન આપ્યું હતું.

READ ALSO

Related posts

બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા

pratik shah

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમ્પેઇનની કરી શરુઆત

pratik shah

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!