GSTV

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

લગ્નની સીઝન આવી ચુકી છે. દરેક જગ્યાએ લગ્ન કરતાં પણ વધુ જો કોઇ વાતની ચર્ચા થતી હોય તો તે છે રજાઓની. કોઇને રજા મળી રહી છે તો કોઇને મળેલી રજા કેન્સલ થઇ રહી છે. પરંતુ જેને લગ્નમાં જવું છે તેને તો જવું જ છે તેમાં કંઇ થઇ જ ન શકે. તેવામાં લોકોની સાથે સાથે પોલીસ પણ આ મામલે પરેશાન છે. પોલીસકર્મીઓને પણ લગ્નમાં હાજરી આપવી છે અને તેના કારણે અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં છે.

શું છે મામલો

લગ્નની આ સીઝનમાં ફક્ત લખનઉમાં જ આશરે 200 પોલીસકર્મીઓને પોતાના પરિવારમાં થનાર લગ્નમાં સામેલ થવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેમાં 24 તો કપલ છે જેમના એકબીજા સાથે લગ્ન થવા જઇ રહ્યાં છે. સાથે અન્ય પોલીસકર્મીઓ પણ છે જે લગ્ન કરવા જઇ રહ્યાં છે. આશરે 100 પોલીસકર્મીઓ એવા છે જેમણે પોતાના સંતાન કે સંબંધીના લગ્નની તૈયારીઓ માટે અરજી કરી છે.

શું છે સમસ્યા

લખનઉમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક કાર્યાલય રજાની અરજીઓથી ભરાઇ ગયું છે અને ઇ અરજીપત્ર સાથે લગ્નના કાર્ડ પણ જોડવામાં આવ્યાં છે. એવું એટલા માટે કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટે હંમેશા નિર્દેશ જારી કર્યા છે કે રજા જોઇએ તો લગ્નની કંકોત્રી પણ જોઇશે અને તેના પણ તમારુ નામ પણ હોવું જોઇએ.

જણાવવામાં આવી રહ્યું છે કે પ્રદેશની રાજધાનીના દરેક પોલીસ સ્ટેશનમાં બે કે ત્રણ આવેદન પત્ર એવા છે જેમાં લગ્નનો હવાલો આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગના જ કપલ્સ પરસ્પર લગ્ન કરવા જઇ રહ્યાં છે. જો કે લખનઉની એસએસપી કલાનિધિ નેથાનીએ લગ્ન માટે રજા આપી છે પરંતુ પહેલાંથી જ જવાન ઓછા છે તો અધિકારીઓની મુશ્કેલી વધી ગઇ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં વર-વધુ પોલીસ વિભાગના જ છે, ત્યાં વરિષ્ઠ પોલીસ અધિકારી વ્યક્તિગત રૂપે લગ્નમાં સામેલ થશે. એસએસપીએ આ દરમિયાન પોલીસ લાઇનથી વધારાના બળ બોલાવ્યા છે જેથી સુરક્ષા બળની અછતનો ઉકેલ લાવી શકાય.

Read Also

Related posts

સાવધાન! ઘરના આ ભાગોમાં પણ છુપાઈ શકે છે કોરોના વાયરસ, સારી રીતે કરો સફાઈ

Ankita Trada

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!