GSTV

જમીન ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું ? 200 લોકોની ટીમને બે દિવસથી એક દીપડો નથી મળતો

અમરેલીના બગસરા પંથકમાં આદમખોર દીપડાને ઝડપી પાડવા સમગ્ર વનવિભાગ રાતદિવસ એક કરે છે. પરંતુ હજુ પણ સફળતા મળી નથી. 2 દિવસથી મેગા સર્ચ ઓપરેશન છતા સફળતા ન મળતા ગ્રામજનોમાં ફફડાટ યથાવત છે. વનવિભાગ અને પોલીસની ટીમો રાતભર દીપડાને શોધવા ઓપરેશન ચલાવતા રહ્યા પરંતુ તેઓને સફળતા મળી નથી. સવારે સાડા છ સુધી વાડી વિસ્તાર અને ગામની સીમમાં વનવિભાગ અને પોલીસકર્મીઓ ટીમ આદમખોર દીપડાને ઝડપી પાડવા સકર્ચ ઓપરેશન ચલાવતા હતા.પરંતુ દીપડો વાડી વિસ્તારથી દૂર ગયાનું અનુમાન છે.

અમરેલી બગસરામાં દીપડાનો આતંક મામલે વનવિભાગ અને પોલીસની ટીમે આખી રાત ઓપરેશન હાથ ધર્યુ પરંતુ તેમને સફળતા ન મળી દીપડો રાતે જોવા ન મળ્યો. સવારે 6.30 કલાકે વનકર્મી અને પોલીસકર્મી વાડી અને સીમ વિસ્તારમાં તૈનાત હતા. પરંતુ દિપડો અન્ય ગામોના વાડી વિસ્તારથી દુર જતો રહ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પરંતુ જો 2 દિવસના મેગા ઓપરેશનમાં સફળતા નહી મળે તો સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છવાઈ જશે.

અમરેલી : બગસરા પંથકમા દીપડાના આતંકનો મામલો

  • વનવિભાગ અને પોલીસની ટીમો આખી રાત ઓપરેશનમા દોડી પરંતુ સફળતા ન મળી
  • દીપડો રાતે જોવા પણ ન મળ્યો
  • સવારે 6:30 વાગ્યા સુધી વનકર્મી અને પોલીસકર્મી વાડી અને સીમ વિસ્તાર મા હતા તૈનાત
  • દીપડો અન્ય ગામો વાડી વિસ્તાર થી દુર ગયા નુ અનુમાન

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!