GSTV

દાંતીવાડા જળાશયમાંથી 200 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડાયું, 110 ગામોને સિંચાઇમાં થશે લાભ

શિયાળાની રવી સીઝન અને ખેડૂતોની માંગણીને લઇને સિંચાઇ વિભાગ દ્વારા દાંતીવાડા જળાશયમાંથી 200 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડાયું છે. પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને આ પાણીનો સિંચાઇમાં લાભ થશે. જોકે દાંતીવાડાના ખેડૂતો આ પાણી છોડવાથી પરેશાન છે એમને ડર છે કે ઉનાળામાં પાણીની ખોટ ન વર્તાય.

દાંતીવાડા જળાશયમાંથી છોડાયુ 200 ક્યૂસેક પાણી

રવિ સિઝન શરૂ થઇ રહી છે. ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે બટાટા ઘઉં જેવા પાકોની રવિ સિઝન છે. ખાસ કરીને ખેડૂતોની આ રવિ સિઝન માટે પાણીની માંગણી હતી. જેથી સિંચાઈનું પાણી દાંતીવાડા જળાશયમાંથી છોડવામાં આવ્યું છે. નર્મદા કેનાલમાં ૨૦૦ કયૂસેક પાણી છોડવામાં આવ્યું છે.જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ઘઉં, રાય અને બટાકાની સિઝનમાં આ સિંચાઈના પાણીનો ઉપયોગમાં થશે જેથી ખેડૂતોને ફાયદો થશે.

ઉનાળામાં પાણીની તંગી સર્જાશે

હાલમાં સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોમાં આક્રોશ છે અને એ વાતનો ડર પણ છેકે જો હાલમાં પાણી છોડી દેવાશે તો ઉનાળામાં પાણીની તંગી સર્જાશે. દાંતીવાડા જળાશય માંથી મધરાત્રે નર્મદા કેનાલમાં ૨૦૦ કયુસેક પાણી છોડાયું છે. 17000 હેક્ટર વાવેતરમાં સિંચાઈનું પાણી ઉપયોગી થશે અને જેને લઇને ખેડૂતો પોતાની રવી સીઝનમાં સિંચાઈના પાણીનો ઉપયોગ કરી શકશે. બનાસકાંઠા અને પાટણના 110 ગામોને સિંચાઈનું પાણીનો લાભ મળનાર છે.

બનાસકાંઠા અને પાટણમાં 110 ગામોને લાભ મળશે

બીજી તરફ દાંતીવાડા પંથકના ખેડૂતો નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાથી નારાજ છે તેમને ડર છે કે ઉનાળામાં પાણીની ખોટ વર્તાશે. દાંતીવાડા ડેમનો દાંતીવાડા તાલુકાના ખેડૂતોને લાભ નથી મળતો જેને લઇને ખેડૂતો પરેશાન છે ત્યારે રવી સીઝનમાં સિંચાઇ વિભાગે પાણી છોડતા બનાસકાંઠા અને પાટણમાં 110 ગામોને લાભ મળશે જોકે દાંતીવાડા ના ખેડૂતો પાણી છોડવા બાબતે અવઢવમાં છે.

READ ALSO

Related posts

ઇન્ડિયન ગેમર્સ માટે ખુશખબર! PUBGને ભારતમાં મળી મંજૂરી, આ રીતે યુઝ કરી શકશો નવુ વર્ઝન

Bansari

મહામારીનો રાફડો ફાટતા સિવિલમાં વેન્ટિલર બેડમાં કરાયો વધારો, હજારથી વધુ દર્દીઓ છે દાખલ

pratik shah

કોહલી અને રહાણે એકબીજાના પૂરક છે, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપ્યું નિવેદન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!