આ યુનિવર્સિટીમાં 200 કેમેરાથી થાય છે દેખરેખ, કરાશે સન્માન

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પર 200 કૅમેરાથી દેખરેખ રાખવામાં આવે છે જેના માટે યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત પણ કરવામાં આવશે. સર્વિલેન્સ કૅમેરા કમિશનરએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે 1990માં યુનિવર્સિટીમાં માત્ર છ કેમેરા લાગેલા હતાં પરંતુ ગુના અટકાવવા અને શંકાસ્પદોની ઓળખ અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને એક સલામત પર્યાવરણ આપવા માટે યુનિવર્સિટીએ પોતાની કૅમેરા સિસ્ટમને વિસ્તૃત કરી હતી. અહેવાલ અનુસાર, સર્વેલન્સ કૅમેરો કોડ ઓફ પ્રેક્ટિસની માર્ગદર્શિકા પાલન કરવા માટે આ યુનિવર્સિટીને સન્માનિત પણ કરવામાં આવેલ છે.

સમાચાર એજન્સી Xinhuaનાં અહેવાલ મુજબ, સર્વેલન્સ કૅમેરો કોડ ઓફ પ્રેક્ટિસની માર્ગદર્શિકાઓ પાલન કરવા માટે યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત પણ કરવામાં આવેલ છે. આ કોડનો ઉદ્દેશ્ય જાહેર સ્થળો પર લોકોની ગુપ્તતાનાં અધિકાર પર અને સાથે કેમેરાની જરૂરિયાત પર પણ ધ્યાન આપવાનું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter