GSTV
Home » News » સતત 45 દિવસથી રમી રહ્યો હતો PUBG, ગળામાં અચાનક દુ:ખાવો શરૂ થયો અને…

સતત 45 દિવસથી રમી રહ્યો હતો PUBG, ગળામાં અચાનક દુ:ખાવો શરૂ થયો અને…

ઘણાં લોકોનુ જીવન બરબાદ કરનારા pubgએ વધુ એક જીવ લીધો. અત્યારે હાલમાં આવેલા એક સમાચારે લોકોની ચિંતા વધારી દીધી હતી, જેમાં બે શખ્સ PUBG રમતા-રમતા ચાલતી ટ્રેનની આગળ આવી ગયાં. આ ઘટના મહારાષ્ટ્રના હિંગોલીમાં થઈ હતી. જેમ-જેમ પબજી ગેમ લોકપ્રિય થઈ રહી છે, તેમ-તેમ ઘણાં લોકોનો જીવ પણ જઇ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં એક વ્યક્તિ પબજી ગેમમાં એટલો ગળાડૂબ થયો હતો કે તેણે પાણી સમજીને એસિડ ગટગટાવી દીધુ હતું. આ જ રીતે હાલમાં તેલંગાણાના જગતિયાલમાં પબજીને કારણે એક 20 વર્ષના યુવકનો જીવ જતો રહ્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે 20 વર્ષીય શખ્સ લગભગ 45 દિવસથી સતત પબજી રમી રહ્યો હતો. સતત આટલા દિવસ રમવાથી તેના ગળામાં દર્દ થવા લાગ્યું. દર્દ વધતા તેમને હૈદ્રાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રીપોર્ટ મુજબ, સારવાર દરમ્યાન આ શખ્સનો જીવ જતો રહ્યો હતો. તબીબો મુજબ, સતત ગેમ રમવાથી તેની ગળાની નસો ગંભીરપણે ખરાબ થઇ હતી.

યુવાનોમાં આ ગેમને લઇને વધી રહેલી આદત અને હાલમાં થયેલી દુર્ઘટના બાદ પબજીએ એક કડક વલણ અપનાવ્યું છે. PUBG બનાવનારી કંપની Tencen હવે ભારતમાં સરેરાશ 6 કલાક રમવા માટે તેને ઉપલબ્ધ કરાવનારા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. હાલમાં PUBG રમનારા અમૂક લોકોએ આ વાતની માહિતી ટ્વિટ કરીને આપી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં બનશે સાત ફ્લાય ઓવર બ્રિજ, જાણો તમારા વિસ્તારનો નંબર લાગ્યો કે નહી

Nilesh Jethva

સાબરડેરીમાં ભરતી મામલે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ લેવાયો આ નિર્ણય

Nilesh Jethva

15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!