GSTV

CORONA વાયરસ પેદા કરનાર ચીન સામે 20 લાખ કરોડ ડોલરનો દાવો, વાયરસ એ સૈન્ય શસ્ત્ર

corona

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી બચવા મથામણ કરી રહ્યું છે જ્યારે અમેરિકા ચીન સામે આક્ષેપો કરવાથી બાજ આવી રહ્યું નથી. હવે અમેરિકામાં કોરોના વાયરસની મહામારી ફેલાવવા બદલે ચીનને દોષી ગણીને તેની સામે 20 લાખ કરોડ ડોલરનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની ટેક્સાસ કોર્ટમાં ચીન વિરદ્ધ 20 લાખ કરોડ ડોલરના આર્થિક નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે. કોર્ટમાં કરાયેલા દાવામાં જણાવ્યું છે કે ‘નોવલ કોરોનાવાયરસ (કોવિદ-19)નું આકસ્મિક અથવા અજાણતામાં નિર્માણ અને સંક્રમણ ફેલાવવાથી ચીને બાયોલોજિકલ વેપન / જૈવિક હથિયારના વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

કોરોના

વુહાન શહેરમાંથી ફેલાયો છે વાયરસ

ખાસ કરીને, મોટો આક્ષેપ કરાયો છે કે ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી બેદરકારીના લીધે કોરોનાવાયરસનું સંક્રમણ ફેલાવામાં આવ્યો હોવાના પૂરતા સંકેત મળ્યા છે, જેનાથી યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસ)ના નાગરિકોના જીવ ઉપર જોખમ સર્જાયું છે. અરજદારે એવી દલીલ કરી છે કે, આ કોરોનાવાયરસ જનસંખ્યા કેન્દ્રીય સામુહિક વિનાશનું એક શસ્ત્ર છે. સામુહિક કાયદાકીય દાવામાં મુખ્ય વાદી બઝ ફોટોઝ છે, જેમના વ્યવસાયને કોરોના વાયરસથી અસર થઈ છે. તેઓ ફ્લોરિડાના નાગરિક છે અને ફ્રિડમ વોચ ઇન્ક નામની બિન નફાકારક સંસ્થા ચલાવે છે.

કોરોનાવાઈરસ એ સૈન્ય શસ્ત્ર

વુહાનમાંથી ફેલાયેલો કોરોનાવાઈરસ એ સૈન્ય શસ્ત્ર છે, તેવી પોતાની દલીલના સંમર્થનમાં અરજદારે વુહાન અને સમગ્ર ચાઇનામાં ડોકટરોને ચૂપ કરવા ચીનની સરકારે કરેલા બળપ્રયોગને લગતા અહેવાલો તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં ચીને નવા રોગ વિશે કોઈ માહિતી જાહેર ન કરવા પોતાના ડોક્ટરોને ધમકાવ્યા હતા.

6 કરોડ લોકો ઘરમાં કેદ

ઈટાલીના નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એંજેલો બોરેલીએ જણાવ્યું છે કે, એક દિવસમાં ઈન્ફેક્શનના 3780 નવા કેસ નોંધાયા છે. ઈટાલીના લોંબાર્ડીમાં કોરોનાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો છે. ઈટાલી સંપૂર્ણ રીતે લોકડાઉન છે. દેશના અંદાજે 6 કરોડ લોકો તેમના ઘરમાં કેદ છે. અમેરિકામાં ઈન્ફેક્શનના અત્યાર સુધી 43,734 કેસ નોંધાયા છે. 553 લોકોના મોત થયા છે. એક દિવસમાં 140 લોકોના મોત થયા છે. ઈટાલીમાં સોમવારે 601 લોકોના મોત થયા છે. ઈટાલી યુરોપનું સૌથી પ્રભાવિત દેશ છે.

કુલ 10 લોકોના મોત નિપજ્યા

ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 512 થઇ ગઇ છે. જ્યારે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 100ને પાર થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સત્તાવાર દર્દીઓ 101 નોંધાયા છે. બીજા નંબરે કેરળમાં કુલ 95 કેસ નોંધાયા છે. જ્યારે કે કર્ણાટકમાં 37 કેસ દાખલ થયા છે. આ તરફ મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. બીજી તરફ કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી છે.

Related posts

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

કોરોના : RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા આંકડા શાસ્ત્રી રઘુરામ રાજને ભારતને આપી આ ચેતવણી

pratik shah

કોરોના: યુએસ પ્રમુખ ટ્રંપે ધમકી ભર્યા સૂરમાં જણાવ્યું, જો ભારત દવાનો સપ્લાય ના કરતું તો કરારો જવાબ મળ્યો હોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!