GSTV
Gujarat Government Advertisement

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Last Updated on July 24, 2019 by

રેલવેતંત્ર મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી દેશના તમામ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા જઇ રહી છે ત્યારે ઉત્તર પ્રશ્ચિમ રેલવેના જયપુર સ્ટેશન યાર્ડનું પણ રિમોડલીંગ કાર્યને પગલે આગામી ઓગસ્ટ મહિનામાં 20 ટ્રેનો પ્રભાવિત થશે જેના કારણે હજારો મુસાફરોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડશે.

અમદાવાદથી સીધી તેમજ વાયા ઉત્તર ભારત તરફ જતી વીકલી ટ્રેનોમાં અમદાવાદ-મુઝફ્ફરપુર 18 અને 25 ઓગસ્ટની ટ્રેન રદ રહેશે. જ્યારે 13 અને 20 ઓગસ્ટની અમદાવાદ-લખનઉ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 22 ઓગસ્ટની અમદાવાદ-વારાણસી સહિત સાત ટ્રેનો રદ કરવામાં આવી છે.

જ્યારે 6 ટ્રેનનો આંશિક રદ કરવામાં આવી છે જ્યારે સાત ટ્રેનોના માર્ગ પરિવર્તીત કરાયા છે. આ સમય દરમિયાન જયપુર જતી ટ્રેનોને અજમેર સુધી ચલાવવામાં આવશે. જ્યારે અમદાવાદ-સુલતાનપુર 7,14 અને 21 ઓગસ્ટે અને અમદાવાદ-વારાણસી 17 ઓગસ્ટે તેમજ 18 ઓગસ્ટની અમદાવાદ-કટકા જ્યારે 16 ઓગસ્ટની ઓખા-દેહરાદૂન વાયા ફુલેરા-રીંગસ-રેવડી થઇને ચાલશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!