GSTV
Home » News » આ અબજપતિની ગર્લફ્રેન્ડ બનાવ માટે 20 હજાર મહિલાઓ છે લાઈનમાં, કારણ જાણી ચોંકી જશો

આ અબજપતિની ગર્લફ્રેન્ડ બનાવ માટે 20 હજાર મહિલાઓ છે લાઈનમાં, કારણ જાણી ચોંકી જશો

શું તમે કોઈ વ્યક્તિની એક અથવા બે ગર્લફ્રેન્ડ વિશે સાંભળ્યું હશે ? પણ શું તમે સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિની 20 હજાર ગર્લફ્રેન્ડ હોય નહીને! જાપાનના ફેશન ટાઈકુન અને 18માં સૌથી ધનવાન વ્યક્તિ યુસાકુ માએજાવા ચાંદની સફર કરવા માટે એક ગર્લફ્રેન્ડની શોધ કરી રહ્યા છે. તેમણે 12 જાન્યુઆરીના દિવસે ઓનલાઈન ઓપન એપ્લીકેશન જાહેર કરી છે. જેમાં તેમની ગર્લફ્રેન્ડ બનાવા માટે આત્યાર સુધીમાં 20 હજારથી વધારે આવેદન આવી ચુક્યા છે.

ફેશન ટાઈકુન તરીકે પ્રખ્યાત છે યાસુક

જાપાનના ફેશન ટાઈકુન કહેવાતા યુસાકુ માએજાવાની સાથે ચાંદની સેર પર જવા માટે 20 હજાર ગર્લફ્રેન્ડ તૈયાર થઈ છે. જણાવી દઈએ કે, 2023માં એલન મસ્કના પ્રોજેક્ટ (SpaceX) ની પ્રથમ સ્પેસ ફ્લાઈટ માટે યુસાકુને એક મહિલા સાથીની શોધ છે. કારણ કે, હાલમાં જ તેમણે જાપાની અભિનેત્રી સાથે પોતાના બ્રેકઅપની જાહેરાત કરી છે.

યુસાકુ હંમેશા ચર્ચામાં રહે છે

યુસાકુ પહેલા એવા વ્યક્તિ છે જે સ્ટારશિપ રોકેટમાં ચંદ્રની નજીક યાત્રા કરશે. જો કે, આ પ્રથમ વખત નથી કે, તેમણે આ પ્રકારની ઘોષણા કરી છે. આ પહેલા પણ તેમણે એક સામાજિક પ્રયોગ કરવા માટે 90 લાખ ડોલરની રકમ પોતાના એક હજાર ફોલોવર્સને આપવાની જાહેરાત કરી ચર્ચામાં આવ્યા હતા.

મૂન ફ્લાઈટ સફર પર જવા માટે રાજીનામુ આપ્યુ

ઉલ્લેખનીય છે કે, યુસાકુ માએજાવાએ 2004માં એક ફેશન વેબસાઈટ Zozotown લોન્ચ કરી હતી. જો કે, છેલ્લા વર્ષે જ તેમણે પોતાની ઓનલાઈન ફેશન કંપનીનો 30 ટકા ભાગ વેંચી CEO ના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ પગલું ભરવા પાછળનું કારણ તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં મૂન ફ્લાઈટની સફર પર જવા માટે તેમણે રાજીનામું આપ્યું હતું.

20 વર્ષથી વધારે ઉંમર અને સિંગલ છો ?

હાલમાં યુસાકુ માએજાવાની ઉંમર 44 વર્ષ છે, પરંતુ તેમણે પોતાની પાર્ટનર બનવા માટે એક જરૂરી શરત રાખી છે કે, છોકરી 20 વર્ષથી વધારે ઉંમરની હોવી જોઈએ, તેઓ માત્ર સિંગલ મહિલાઓના આવેદનનો સ્વિકાર કરી રહ્યા છે. સાથે જે મહિલાએ ખુલીને જીંદગીનો આનંદ લેવો હોય અને સ્પેસ ટ્રાવેલમાં પણ તેમને રસ હોય. જો કે, યુસાકુ પોતાની સાથે જવા માટે અન્ય લોકોને પણ આમંત્રિત કરશે, પરંતુ એખ સીટ તેમણે પોતાની પાર્ટનર માટે રીઝર્વ રાખી છે. ઉલ્લેખનીય છે કે, માએજાવા આ વર્ષના માર્ચ મહીના સુધીમાં ગર્લફ્રેન્ડની પસંદગી કરશે.

READ ALSO

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!